ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે નર્મદા ડેમની જળરાશીની આવકમાં 70,500 ક્યુસેકની આવક હજુ થઇ રહી છે ત્યારે નર્મદા ડેમની સપાટી 127.50 મીટર પહોંચી છે.આમ સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટીમાં ધરખમ વધારો થઇ રહ્યો છે.127.50 નર્મદા ડેમની સપાટીમાં સૌથી ઉંચી સપાટીએ પહોંચી છે.કેનલમાં ગુજરાત માટે 4900 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 2550 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો લાઈવ જથ્થો છે.24 કલાક માં ડેમ માં 2 મીટર નો વધારો થઇ ગયો છે,ડેમ ના દરવાજા ન હોત તો હાલ ડેમ 5 મીટર થી ઓવરફ્લો હોત હાલ વધતી સપાટીને પગલે CHPH નું 1 ટર્બાઇન ચાલુ કરાયું છે.ગત વર્ષે નર્મદા બંધની જળસપાટી 111.03 મીટર હતી જયારે હાલ 127.50 મીટર એટલે ગત વર્ષની સરખામણીમાં 30 થી 40 ટકા વધારે જળ સંગ્રહ થયો છે...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application