નવી દિલ્હીઃનરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા સુષમા સ્વરાજનું ૬૭ વર્ષે દિલ્હીની એઈમ્સમાં નિધન થઈ ગયું છે.તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સુષમા સ્વરાજ છેલ્લા ઘણા દિવસથી બિમાર હતા.પ્રાપ્ત રિપોર્ટ અનુસાર તેમને હાર્ટ એટેક આવ્યા પછી હોસ્પિટલ લઈ જવાયા હતા.એઈમ્સ દ્વારા રાત્રે સુષમા સ્વરાજના નિધનની આધિકારીક જાહેરાત કરાઈ હતી.સુષમા સ્વરાજના પાર્થિવ દેહને તેમના દિલ્હી ખાતેના નિવાસસ્થાને લઈ જવાયો છે.
કેન્દ્રીય મંત્રી જે.પી નડ્ડાએ જણાવ્યું કે,દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ ખાતેથી સુષમા સ્વરાજના પાર્થિવ દેહને તેમના દિલ્હી ખાતેના નિવાસસ્થાને લઈ જવાયા છે.ધવલદીપ બિલ્ડિંગ,જંતર-મંતરની સામે આવેલા તેમના નિવાસસ્થાને સવારે ૧૨:૦૦ કલાક સુધી તેમનો પાર્થિવ દેહ રહેશે.બપોરે ૧૨:૦૦ કલાકે તેમના પાર્થિવ દેહને નવી દિલ્હીમાં આવેલા ભાજપના કેન્દ્રીય કાર્યાલય ખાતે લઈ જવામાં આવશે.અહીં,બપોરે ૧૨:૦૦ કલાકથી ૩:૦૦ કલાક સુધી તેમનો પાર્થિવ દેહ લોકોના દર્શન માટે રાખવામાં આવશે.ત્યાર પછી બપોરે ૩:૦૦ કલાકે ભાજપના કાર્યાલય ખાતેથી તેમની અંતિમયાત્રા નિકળશે અને પછી દિલ્હીના લોધી રોડ ખાતે આવેલા સ્મશાન ગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.સુષમા સ્વરાજ ભારતીય રાજકારણી અને સુપ્રીમ કોર્ટના વકીલ હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા.ઈન્દિરા ગાંધી પછી વિદેશ મંત્રી બનનારાં તેઓ ભારતનાં બીજા મહિલા નેતા હતા.૨૬ મે,૨૦૧૪થી ૩૦ મે,૨૦૧૯ સુધી તેઓ નરેન્દ્ર મોદી સરકારમાં વિદેશ મંત્રી પદે રહ્યા હતા.તેઓ સાંસદ તરીકે ૭ વખત ચૂંટાયાં હતાં અને વિધાનસભામાં ત્રણ વખત ચૂંટાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application