ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપલા:નર્મદા જિલ્લામાં તા.૫ મી ઓગસ્ટ,૨૦૧૯ ને સોમવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં સૌથી વધુ -૩૧૮ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં સૌથી ઓછો -૮૫ મિ.મિ વરસાદ નોંધાયો છે.આ સિવાય જિલ્લાના નાંદોદ તાલુકામાં-૧૪૯ મિ.મિ.,સાગબારા તાલુકામાં-૧૨૬ મિ.મિ.,તિલકવાડા તાલુકામાં-૧૦૪ મિ.મિ.વરસાદ નોંધાયાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૯૨૭ મિ.મિ.વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે.જ્યારે નાંદોદ તાલુકો-૯૧૪ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને,તિલકવાડા તાલુકો-૮૮૮ મિ.મિ. સાથે તૃતિય સ્થાને,ગરૂડેશ્વર તાલુકો-૮૫૦ મિ.મિ.વરસાદ સાથે ચોથા ક્રમે અને સાગબારા તાલુકો-૭૪૯ મિ.મિ. વરસાદ સાથે પાંચમાં સ્થાને રહેવા પામ્યો છે.જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૨૬.૦૪ મીટર, કરજણ ડેમ- ૧૦૯.૨૨ મીટર,નાના કાકડીઆંબા ડેમ- ૧૮૪.૯૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૩.૯૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૫.૨૦ મીટર હોવાના અહેવાલ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ચોમાસાની ઋતુમાં આજની તારીખ સુધીમાં નર્મદા જિલ્લામાં મોસમના સરેરાશ નોંધાયેલા કુલ ૪૬૬ મિ.મિ. વરસાદની સામે ચાલુવર્ષે આજ દિન સુધી જિલ્લામાં મોસમનો સરેરાશ કુલ ૮૬૧ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આમ, ગત ચોમાસાની ઋતુની આજની તારીખની સરખામણીએ ચાલુ વર્ષે આજ દિનની પરિસ્થિતિ મુજબ જિલ્લામાં કુલ ૩૯૫ મિ.મિ. જેટલો વધુ વરસાદ નોધાયો હોવાના અહેવાલ પણ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
highlight-નર્મદા ડેમની સપાટી સવારે ૮ કલાકે ૧૨૬.૧૬ મીટરે નોંધાઇ;નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે આજે પણ તા. ૫ મી ઓગસ્ટ, ૨૦૧૯ ને સોમવાર ના રોજ સવારે ૮-૦૦ કલાકે નર્મદા ડેમની જળરાશીની આવકમાં ૧,૮૪,૫૯૨ ક્યુસેકનો વધારો નોંધાવાની સાથે ડેમની સપાટી ૧૨૬.૧૬ મીટર રહેવા પામી હોવાના અહેવાલ સરદાર સરોવર નર્મદા ડેમ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એમ.યુ.દલવાણી તરફથી પ્રાપ્ત થયાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500