મુઝફ્ફરપુરઃ બિહારના પૂર્ણિયામાં બસ અકસ્માતમાં આગ લાગવાથી 20 લોકોના મોત નીપજ્યાં છે.ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.મુઝફ્ફરપુરથી સિલીગુડી જઇ રહેલી બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી.ત્યારબાદ બસમાં આગ લાગી હતી.અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.બસમાં લાગેલી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે દુર્ઘટના થવા પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application