Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પત્નીએ દારૂ પીવાની ના પાડતા પતિએ આપઘાત કર્યો

  • August 03, 2019 

ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીળા કાળાધોડા પાસે રહેતા પરિવાર ના ઘરમાં હાલ ચાલી રહેલા દશા માતાના વ્રતમાં ઘરમાં જ માતાજીની સ્થાપના કરી હોય ઘરમાં પતિ દારૂ પી ને આવતા પત્નીએ આમ ન કરવા જણાવ્યું હતું જેથી પતિને મનમાં લાગી આવતા દવા પી આપઘાત કર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા કાલાઘોડા પાસે રહેતા રમેશ કરણભાઇ વાઘેલા ગતરોજ દારૂના નશામા ઘરે આવેલ હોય અને ઘરે દશા માતાજીના વ્રત ચાલુ હોય જેથી તેની પત્ની જાગુબેન રમેશભાઇ વાપેલાએ દારૂ પીવાની ના પાડતા તેને મનમા લાગી આવતા વતનમા જાવ છુ તેમ જણાવી રમેશ એ પાંચસો રૂપીયા માંગી ઘરની બહાર નીકળી જઈ અડધો કલાક પછી પરત આવી ઝુપડી ની પાછળ પેશાબ કરવાના બહાને પાછળ જઈ ઝેરી દવા પી લેતા સીવીલ હોસ્પિટલ રાજપીપળામાં સારવાર માટે લઈ ગયેલ જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું આ બાબતે પત્ની જગુએ રાજપીપળા પોલીસ મથકે જાણ કરતા પોલીસે બનાવ નોંધી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application