Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના કણજા ફાટક વિસ્તારમાં કચરાના ડમ્પિંગ સ્ટેશન પર આગ

  • April 26, 2018 

તાપીમિત્ર ન્યૂઝ,વ્યારા:વ્યારાના કણજા ફાટક વિસ્તારમાં,નગર પાલિકાના કચરાના ડમ્પિંગ સ્ટેશન પર સમી સાંજે આકસ્મિક આગ ફાટી નીકળી હતી, જે અંગે વ્યારા નગર પાલિકાના ફાયર ફાઈટર સહિત સોનગઢ ના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ મોડી રાત સુધી આગ કાબુમાં આવી ન હતી.બનાવના પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. 
વ્યારાના કણઝા ફાટક પાસે આવેલ નગર પાલિકાના ડમ્પિંગ સાઈડ પર 25મી એપ્રિલ નારોજ સમી સાંજે કોઈક કારણોસર આગ ફાટી નીકળી હતી, જેણે  જોત જોતામાં ફેલાઈ જતા વિકરાળ  સ્વરૂપ ધારણ કર્યું હતું, અને તેના પર કાબુ મેળવવા માટે વ્યારા સહિત સોનગઢ નાગર પાલિકાના કુલ ચાર જેટલા ટેન્કરો સાથે ફાયર ફાઇટરના જવાનો આવી પહોંચ્યા હતા, પરંતુ કલાકો વીતવા છતાં તેના પર કાબુ મેળવાયો ન હતો, સદનશીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું નુકશાન થયું ન હતું, પરંતુ આગની ઘટના ને પગલે આસપાસ રહેતા લોકોમાં ગભરાટ ચોક્કસ ફેલાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application