નવી દિલ્હી:ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અંગે સરકારે કાયદા કડક બનાવ્યા પછી હવે સરકાર ગ્રાહકોના હિતોના રક્ષણ માટે વધુ સખ્ત જોગવાઇઓ સાથેના નવા ગ્રાહક સુરક્ષા ધારાના અમલની દિશામાં જઇ રહી છે.ગ્રાહક સુરક્ષા સાથે સંકળાયેલા વર્તુળોના જણાવ્યા મુજબ અગાઉ ગ્રાહક સુરક્ષા ધારામાં ઘણી ક્ષતિઓ હતી.સજાની જોગવાઇ પણ ઘણી ઓછી હોઇ સરકારી તંત્ર કે કાનુનનો એટલો ડર ન હતો હવે કડક કાનુન બાદ લોકોના હિતોની રક્ષા થશે.થોડા સમય અગાઉ સરકારે ખાણીપીણીની ચીજોમાં ભેળસેળના કાયદામાં સુધારો કર્યો છે.એક જ તેલમાં વારંવાર ફરસાણ તળવા ઉપરાંત આવી ચીજોમાં ભેળસેળ કરવા માટે કાયદા સખ્ત બનાવ્યા છે.હવે માત્ર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ જ નહી અન્ય તમામ ચીજોમાં ભેળસેળ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.નવા ગ્રાહક સુરક્ષા ધારામાં સૌથી મહત્વની અને કડક જોગવાઇ ભ્રામક જાહેરાતો કરનારાઓ સામે આજીવન કેદ સુધીની સજા કરવાની છે.આજકાલ ટીવી,અખબારો,સોશિયલ મીડિયા,ઇન્ટરનેટ પર લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતોનો સખ્ત મારો ચાલે છે. એક અઠવાડીયામાં અમુક કિલો વજન ઉતારો,દશ દિવસમાં ક્રિમ વાપરી ગોરા બની જાઓ,અમુક ટેબ્લેટો વાપરી શકિત વધારો જેવી જાહેરાતો જોવા મળે છે.આ ઉપરાંત તબીબી જગત દ્વારા પણ કેટલીક જાહેરાતો કરવામાં આવે છે.રોજબરોજના જીવનમાં વપરાતી ચીજ વસ્તુઓમાં પણ મોટા પાયે ભેળસેળ જોવામાં આવે છે.આવી તમામ ભ્રમ ફેલાવતી જાહેરાતો કરનારાઓ સામે જંગી દંડ તેમજ આજીવન કેદ સુધીની સજાની જોગવાઇ કરવામાં આવી છે.આવી ચીજવસ્તુઓની જાહેરાત કરતી સેલિબ્રિટીઓ પર પણ તવાઇ આવી શકે છે.નવા બિલની જોગવાઇ મુજબ અત્યાર સુધી જે કેસો લાંબા સમય સુધી ચાલતા હતા તે હવે એક જ વર્ષમાં પુરા થાય તે માટે કાર્યવાહી થશે.જરૂર જણાયે કાયદામાં ફેરફાર પણ કરાશે.સરકાર ગ્રાહકોને લગતી ફરીયાદો દૂર કરવા તમામ સ્તરે ફોરમ બનાવશે.ગ્રાહકોનું હિત સચવાય તે માટે તમામ પગલા ભરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application