Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા:ટીચક્પુરા બાય પાસ હાઈવે પર સાત કિ.મી અંતરમાં ૮૦૦ થી વધુ રોપાઓનું વૃક્ષારોપણ કરાયુ

  • July 24, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:કોઈએ કહ્યું છે કે, “ વૃક્ષ હી જલ હૈ, જલ હી અન્ન હૈ ઓર અન્ન હી જીવન હૈ”. ભારત વર્ષમાં મોસમ અને જળવાયુ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે. જંગલો આપણી સભ્યતા અને સંસ્કૃતિના રક્ષક છે.શાંતિ અને એકાંતની ખોજમાં આપણા ઋષિમુનીઓ જંગલમાં રહીને વિશ્વના કલ્યાણ માટે તત્વ જ્ઞાન મેળવતા. આયુર્વેદ અનુસાર પેડ-પૌંધાઓની સહાયતાથી માનવીનું જીવન સ્વસ્થ અને દીર્ઘાયુ બને છે. આજે વધતી જતી વસ્તી અને ઔદ્યોગીકરણના લીધે પર્યાવરણની સમસ્યા અતિ ગંભીર બની રહી છે. પ્રાકૃતિક સાધનોના બેફામ ઉપયોગથી વાતાવરણ દુષિત થઈ જતા વાયુ મંડળમાં કાર્બન ડાયોક્સાઈડ અને ગેસની માત્રા વધી જતા ભાવિ પેઢીના સ્વાસ્થ્ય માટે ખતરો ઉભો થયો છે.આ તમામ બાબતોથી છુટકારો મેળવવાનો એક માત્ર વિકલ્પ “ વૃક્ષો વાવી પર્યાવરણમાં સંતુલન બનાવો.” પર્યાવરણમાં દરેક તત્વ સંતુલિતછે.અને તે સંતુલન ટકાવી રાખવું આપણી નૈતિક જબાબદારી છે.વૃક્ષ તો ધરતીનો શણગાર છે એના વિના જીવન બેકાર છે.રાજ્ય સરકારના વન વિભાગદ્વારા સામાજિક વનીકરણ યોજના હેઠળ રોડ રસ્તા નહેરો કાંઠે, રેલ્વે લાઈનની બાજુમાં, ગૌચર તથા અન્ય પડતર જમીનો, ખેડુતોના ખેતર શેઢા-પાળીઓ ઉપર વધુમાં વધુ વૃક્ષોનો ઉછેર કરી વન વિસ્તાર વધારવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમાં લોકોની ભાગીદારી વધે તે માટે વન વિભાગ દ્વારા ઠેરેઠેર વૃક્ષારોપણ કાર્યક્રમો કરી લોકોને જાગૃત કરવામાં આવી રહયા છે. ૭૦માં વનમહોત્સવ દરમ્યાન તાપી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ સાત તાલુકાઓમાં ૩૫ નર્સરીઓ મારફત રોપ વિતરણ કરવા માટે ૧૫.૮૦ લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે.ત્યારે દરેક વ્યક્તિ/સંસ્થાઓ શક્ય હોય ત્યાં વધુમાં વધુ રોપાઓ રોપીને તેનો ઉછેર કરે તે જરૂરી છે.રોપા રોપવા પુરતી તેમની પ્રવૃતિને સિમિત ન રાખતા અન્ય લોકોને પણ આ માટે પ્રોત્સાહિત બને અને રોપવામાં આવેલ રોપાઓને વટવૃક્ષ બનાવી પર્યાવરણ અને વન જાળવણીમાં મદદરૂપ બને તે માટે તાજેતરમાં મહાવૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.વનસંપદાથી સમૃધ્ધ તાપી જિલ્લાને અતિસમૃધ્ધ બનાવવા માટે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વનમહોત્સવ દરમિયાન ખુબ મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે તાજેતરમાં સરકારી તંત્ર અને લોકોના સહ્યોગથી વ્યારા નગરના ટીચકપુરા બાયપાસ હાઈવે પર સાત કિ.મી.ના વિસ્તારમાં ૮૦૦ થી વધુ રોપાનું વૃક્ષારોપણ કરાયું હતુ. જિલ્લાના અધિકારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં ડોક્ટરો, વેપારી અગ્રણીઓ,યુવાનો સહિત સ્વયંભૂ લોકોએ ઉત્સાહભેર વૃક્ષારોપણ કરી વૃક્ષ સ્વનિર્ભર ન થાય ત્યાં સુધી તેનો ઉછેર કરવાની જવાદારી સ્વીકારીને વૈશ્વિક પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા ગંભીર પડકારો સામે પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો છે.(અહેવાલ :આર.આર.તડવી)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application