માહિતી વિભાગ દ્વારા તાપી, તાપી જિલ્લાના નિઝર એપીએમસી માર્કેટ ખાતે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રાલય અને એલીમકો સંસ્થા દ્વારા નિઝર અને કુકરમુંડાના કુલ ૧૪૦ દિવ્યાંગોને અંદાજિત ૧૫,૦૦,૦૦૦/-ના સાધનો સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવા તથા નિઝર ધારાસભ્ય ડૉ.જયરામ ગામીતની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવી હતી. સાંસદ પ્રભુભાઈ વસાવાએ દિવ્યાંગજનોને જીવન જરૂરિયાતના સાધનો અર્પણ કરતા જણાવ્યું હતું કે ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા દિવ્યાંગજનોની જરૂરિયાત અંગે વિગતો તૈયાર કરવામાં આવી હતી.
દિવ્યાંગજનો માટે ખૂબ જ આધુનિક અને સ્થાનિક બજારમાં ખૂબ જ કિંમતી સાધનો હોવાથી ગરીબ વર્ગ તે ખરીદી શકતો નથી ત્યારે આપણાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંવેદનશીલ અભિગમ અપનાવીને સમાજના તમામ પ્રકારના લોકોનું ધ્યાન રાખ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, અંતરિયાળ વિસ્તારના લોકોને પણ લાભ મળી રહે તે માટે નિઝર અને કુકરમુંડા વિસ્તારને આવરી લઈ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી છેવાડાના માનવીને પણ સરકારની યોજનાનો લાભ મળી રહે. ભારત સરકારના સફળતાના ૯ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ વિકાસ કરવા માટે સૌને આહવાન કર્યું હતું.
નિઝર ધારાસભ્ય ડો.જયરામભાઈ ગામીતે દિવ્યાંગ લાભાર્થી સંમેલનમાં જણાવ્યું હતું કે સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે. તેમ છતા કોઈપણ વ્યક્તિ યોજનાથી વંચિત ન રહી જાય તે માટે સૌનો સાથ સૌનો વિકાસની ભાવના ચરિતાર્થ કરવાની રહેશે. સમાજ સુરક્ષા અધિકારી નિર્મલ ચૌધરીએ માહિતી આપી હતી કે વ્યારા અને નિઝર ખાતે દિવ્યાંગજનોના બે કેમ્પ દરમિયાન કુલ ૪૩૪ લાભાર્થીઓને આવરી લેવાયા છે. આ તમામ લાભાર્થીઓને સ્માર્ટ ફોન, વ્હિલ ચેર, સિપી ચેર, બ્લાઈન્ડ સ્ટીક, ટ્રાઈસિકલ, બગલ ધોડી, વગેરે જરૂરિયાત મુજબના સાધનો મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયાં હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500