નવી દિલ્હીઃફી નિયમન મામલે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને ખાનગી શાળાઓને નિર્દેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ફી નિયમન મામલે કહ્યું કે,ગુજરાત સરકાર અને ખાનગી શાળાઓ સાથે મળીને ફી નક્કી કરે જેમાં ઈત્તર પ્રવૃત્તિની ફી અંગે સરકાર પોતાનો અભિપ્રાય આપે.આ સાથે જ સુપ્રીમ કોર્ટે જુલાઈ માસમાં સરકાર અને ખાનગી શાળાઓને પોતાનો રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે.હવે આ સમગ્ર મામલે જુલાઈના બીજા સપ્તાહમાં ચુકાદો આવશે.સુપ્રીમ કોર્ટે કહ્યુ કે,સરકાર પાસે કાયદો લાવવાનો અધિકાર છે.તો ફી નિયમન મામલે સુપ્રીમ કોર્ટે નવી ફોર્મુલા બનાવવા પણ આદેશ કર્યો છે.જેમાં ૨ વાલી મંડળ અને શાળા સંચાલકોનો સમાવેશ કરવો.આ ફોર્મુલામાં રાજ્ય સરકાર અને વિદ્યાર્થી વિદ્યા સુરક્ષા સમિતિનો પણ સમાવેશ કરવા આદેશ કર્યો છે.આ ફોર્મુલા જુલાઈ મહિનાના બીજા સપ્તાહમાં સુપ્રીમ કોર્ટ રજૂ કરવા આદેશ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application