Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રના ૧૪ વર્ષિય સાહિલ પરદેશીના ઘુંટણની ઢાંકણીનું નવી સિવિલના ઓર્થો વિભાગનાં તબીબોએ સફળ સર્જરી કરી

  • September 11, 2024 

મહારાષ્ટ્રથી પિતાની સારવાર કરવા આવેલ પરિવારના દિકરા સાહિલ પરદેશીની નવી સિવિલના તબીબો ઉગારી જમણા પગની ઘૂંટણની ઢાંકણીનું જટિલ સફળ સર્જરી કરી નવી સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગનાં તબીબોની ટીમને મોટી સફળતા મળી છે. ૪૮ વર્ષિય જ્ઞાનેશ્વર પરદેશીનું સ્પાઈન ઓપરેશન ૧૫ દિવસ પછી થવાનું છે. પિતા-પુત્રની લાખ્ખોની સારવાર નવી સિવિલમાં વિના મૂલ્યે થવાથી કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ તબીબોની સેવાને બિરદાવી હતી. સિવિલના બિછાને પર સૂતેલા જ્ઞાનેશ્વર પરદેશીને નવી સિવિલ હોસ્પિટલમાં સફેદ કપડામાં ભગવાનના દર્શન થયા એમ જણાવતા એમણે કહ્યું હતું કે, હું ગામમાં છૂટક ખેત મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવું છું. પરિવારમાં ત્રણ દિકરા અને પત્ની સાથે રહીએ છીએ. પેટે પાટા બાંધીને પણ દિકરાને ભણાવીએ છીએ. હું ઝાડ પરથી પડી ગયો હતો. કમર અને હાથના કાંડાના હાડકામાં ગંભીર રીતે વાગ્યું હતું.


કમરની બિમારી સાથે દિકરાના ઘૂંટણની તકલીફ જોઈ શકાતી ન હતી. પણ કરીએ તો કરીએ શું? એવામાં ગામના પૂર્વ સરપંચ અને સામાજિક સેવા સાથે સંકળાયેલ ભાવિની રામચંદ્ર પાટીલે સારવાર માટે સુરત નવી સિવિલનો માર્ગ બતાવ્યો. વિશ્વાસ સાથે કહ્યું હતું કે અહીંયા તમને તમામ પ્રકારની સારવાર મળી રહેશે. તમે સાવ સાજા થઈ ને ઘરે આવશો. મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના મોહાડી ગામના જ્ઞાનેશ્વરભાઈ એ કહ્યું હતું કે, ત્રણ દિકરામાં સાહિલ સૌથી નાનો દિકરો છે. ૧૪ વર્ષનો સાહિલ આઠમાં ધોરણમાં ભણે છે. બે વર્ષ પહેલા પડી જવાથી ઘૂંટણની ઢાંકણીમાં ગંભીર રીતે વાગ્યું હતું. ઢાંકણી પાછળના ભાગે ખસી ગઈ હતી અને જમણા પગનો સાંધો ખરાબ થઈ ગયો હોવાથી સાહિલ ચાલી શકતો ન હતો. ચાલતા ચાલતા પડી જવાતું એટલે વિચાર આવતા આમની આખી જિંદગી બીજા સહારે જીવન જીવવું પડશે.


મને સ્પાઈનની તકલીફ હોવાથી બેસી કે કામ કરી નહોતો શકતો. એટલે સારવાર અર્થે સુરત નવી સિવિલમાં આવવાનું થયું. એટલે સાહિલ પણ સાથે આવ્યો હતો. વધુમાં પરદેશી એ કહ્યું કે, સિવિલમાં મારી તપાસ કરતા તબીબોએ દિકરાને જોઇને પૂછ્યું કે આમને શું થયું છે. તો દિકરાની પગ તપાસ કરતા જાણવા મળ્યું તમારી સારવાર સાથે સાહિલના જમણા પગના ઘૂંટણની ઢાંકણીનું ઓપરેશન કરવું પડશે. તે પણ પગ ભર ચાલતો થશે તેવો સફળ પ્રયાસ કરીએ. મને સિવિલનાં તબીબો પર વિશ્વાસ હતો કે જે પણ કરશે તે સારું જ કરશે. અંતે શુક્રવારે ચાર કલાક ઓપરેશન કરી સ્ક્રુ બેસાડીને ઢાંકણીને મૂળ જગ્યા બેસાડવામાં મોટી સફળતા મળી છે. મારા પરિવાર આધાર આ નવી સિવિલના તબીબો બન્યા છે.


મારું પણ ૧૫ દિવસ પછી સ્પાઈનનું ઓપરેશન થવાનું છે. નોંધનીય છે કે, સાહિલને રમતા રમતા બે વર્ષ પહેલા જમણા પગના ઘૂંટણમાં વાગ્યું હતું. સમય જતાં જમણા પગનો સાંધો ખરાબ થઈ ગયો હતો. તેમજ ઘૂંટણથી પગ ત્રાસો થઈ ગયો હોવાથી ચાલી શકતો નહોતો. થોડું ચાલે એટલે પડી જવાતું હતું અને અસહ્ય દુ:ખાવો થતો હતો. આ પ્રકારની બીમારી એક લાખ વ્યક્તિઓમાં બે-પાંચ કેસમાં જોવા મળે છે. આ સર્જરી પ્રાઇવેટમાં દોઢથી બે લાખ કે પાંચ લાખ રૂપિયાનો સુધીનો ખર્ચ થાય છે. જે નવી હોસ્પિટલમાં વિના મૂલ્યે થઈ છે. સામાજિક સેવા ભાવી ભાવિની રામચંદ્ર પાટીલે ગામમાં જરૂરિયાતમંદને આર્થિક તેમજ રક્તની સહાય કરે છે. આ સાથે કેન્સરના દર્દીઓની સેવા કરે છે. નવી સિવિલ સાથે સંકલનમાં રહીને દર્દીઓને મદદરૂપ થાય છે. સાહિલના ઓપરેશન માટે નર્સિંગની ટીમ સહિત બિપીન મેકવાન, સંજય પરમાર અને બિભોર ચુગે રક્તથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થા કરી મદદરૂપ થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application