Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સિંહોના સ્વાસ્થ્યની સંભાળ માટે 18 વેટરનરી તબીબોની જરૂર સામે 14 જગ્યા ખાલી

  • February 09, 2024 

દેશમાં વસતિ મુજબ તબીબોની સંખ્યા આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ ઘણી ઓછી છે અને આ સમસ્યા હવે ગીરના અભ્યારણ સહિતના વિસ્તારોમાં વસતા સિંહોને પણ નડી રહી છે. એક તરફ સોરઠના આ સિંહોની વસતિ સતત વધતી રહી છે અને હાલ સતાવાર રિપોર્ટ મુજબ 674 સિંહો અભ્યારણ અને તેની આસપાસના નવા વિસ્તારાયેલા ક્ષેત્રોમાં વસે છે અને તેમની સારસંભાળ- સલામતીની ચિંતા વન-વિભાગ કરે છે. પરંતુ ખાસ કરીને સિંહોના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી શકાય અને જરૂર પડે યોગ્ય સારવાર આપી શકાય તેટલા પુરતી સંખ્યામં નહી અત્યંત ઓછી સંખ્યામાં વેટરનરી તબીબો મોજૂદ છે. ગ્રેટર ગીર તરીકે હવે અભ્યારણ ઉપરાંત ભાવનગર, જુનાગઢ, ગિર સોમનાથ અને અમરેલી સહિતના ક્ષેત્રોમાં સિંહોના સ્વાસ્થ્યની સંભાળ માટે 18 વેટરનરી તબીબોની જરૂર પડે પણ તેમાં 14 જગ્યા ખાલી છે. આમ સમગ્ર સિંહ પરિવાર માટે ફકત ચાર જ તબીબો મોજૂદ છે.


રાજયમાં છેલ્લા પાંચ વર્ષમાં 555 સિંહોના અકુદરતી કારણોસર મૃત્યુ થયા તેથી જ તબીબોની પુરતી સંખ્યા મોજૂદ હોય તે દર્શાવે છે. છેલ્લી ગણતરી મુજબ 674 સિંહો સૌરાષ્ટ્રમાં મળે છે. ગીર અને તેની આસપાસ જે ક્ષેત્ર છે ત્યાં જ 200 સિંહો વસે છે જયાં એક જ તાલીમ પર તેમના સ્વાસ્થ્યની જવાબદારી છે. વૈશ્વિક માપદંડ મુજબ દર 30 સિંહો કે પછી આ પ્રકારના જંગલી પ્રાણીઓ માટે 1 તબીબની જરૂર પડે છે. ગીરના જંગલમાં દિપડાઓની સંખ્યા પણ મોટી છે પણ તેણે તો સદંતર નજર અંદાજ કરી દેવાયા છે અને તેથી અહી જરૂર પડે તો પશુપાલન વિભાગ તેના આ પ્રકારના પ્રાણીઓ માટે નિષ્ણાંત ન હોય તેવા સ્ટાફને અવારનવાર મોકલવા પડે છે અને તેમાં મોટાભાગના સારવાર રૂપે સિંહોને બેહોશ કે નિષ્ક્રીય કેમ કરવા ટ્રાન્કવીલાઈઝરનો ઉપયોગ કેમ કરવો તે પણ તેઓ જાણતા નહી અને તે માટે ફોરેસ્ટ વિભાગે તેના કર્મચારીઓને તાલીમ આપવી પડી છે.


ઉપરાંત પશુપાલન વિભાગ એ સરકારી ખાતુ છે જયાં કર્મચારીઓની બદલી સતત થાય છે અને તેથી જ ફોરેસ્ટ વિભાગ તેમના 18 તબીબોની ટીમ બનાવવા નિર્ણય લીધો છે અને આ વાઈલ્ડલાઈફ મુજબનું જ હતું. આ અંગે પ્રીન્સીપલ ઓફ કન્ઝવેટર ઓફ ફોરેસ્ટ યુ.ડી.સિંઘ કહે છે કે આ બાબત વાઈલ્ડલાઈફ બોર્ડ મારફત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ધ્યાન પર લેવામાં આવી હતી. તેઓએ નવા તબીબોની નિયુક્તિની પ્રક્રિયા ઝડપી બનાવવા તાકીદ કરી છે. અમોએ તેને મંજુરી માટે અમારા નિયમો નિશ્ચિત કર્યા છે અને એક વખત સમગ્ર માળખુ નિશ્ચિત થઈ ગયા બાદ જીપીએસસી મારફત આ પ્રક્રિયા હાથ ધરાશે. ફકત ગીર જ નહી પણ નલસરોવર, ખીજડીયા, વેલાવદર અને જંગલી ગધેડાના અભ્યારણમાં પણ કોઈ નિષ્ણાંત પશુ-પંખી તબીબ નથી જયાં વિદેશમાંથી આવતા પક્ષીઓનો મોટો સમૂહ રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application