Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ ડેમ માંથી તાપી નદીમાં 1 લાખ 59 હજાર કયુસેક પાણી છોડવામાં આવ્યું

  • August 31, 2020 

સોનગઢ : ઉકાઈ ડેમ ના ઉપરવાસમાં પડેલ વરસાદ ને લઈ ડેમમાં પાણી ની આવક થતા ડેમ ના સત્તાધીશો દ્વારા ડેમ ના 22 દરવાજા પૈકી 14 દરવાજા ખોલી તાપી નદી માં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઇ તાપી નદીના આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

 

ઉકાઈ ડેમના 14 ગેટ 6 ફૂટ ઓપન

 

હવામાન વિભાગ ની આગાહી વચ્ચે પડી રહેલા વરસાદ ને પગલે ઉકાઈ ડેમ માં પાણી ની આવક થતા ડેમ ના સત્તાધીશો દ્વારા તા.31મી ઓગસ્ટ નારોજ ડેમ નું રુલ લેવલ જાળવવા ડેમ ના 22 દરવાજા પૈકી, 14 ગેટ 6 ફૂટ ખોલી કુલ 14 દરવાજા વાટે 1 લાખ 59 હજાર કયુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે,  જેને લઈ તાપી નદી ની આસપાસ આવેલ ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે.

 

હાલ ઉકાઈ ડેમની સપાટી પર એક નજર કરીએ તો તા.31મી ઓગસ્ટ નારોજ સમય સવાર ના 9:00 કલાકે ઉકાઈ ડેમની સપાટી 335.32 ફૂટ પર પહોચી છે. જયારે ડેમમાં પાણી આવક 191260 (એક લાખ એકાણુ હજાર બસ્સો સાંઈઠ) કયુસેક છે. તેની સામે 159477 (એક લાખ ઓગણ સાંઈઠ હજાર ચારસો સીત્તોતેર) કયુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને લઇ તાપી નદીના આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application