ગાંધીનગરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન પોલીસે પોર, ચંદ્રાલા અને વાસણ ગામમાં દરોડો પાડીને જુગાર રમતા ૧૪ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચંદ્રાલા પાસે તળાવ કિનારે દરોડો પાડીને જુગાર રમતા રાહુલ બળદેવભાઈ દંતાણી, દિનેશ નટવરલાલ પટેલ, કિરણસિંહ કચરુસિંહ મકવાણા, અને અશોકજી ગાભાજી ડાભીને ઝડપી લીધા હતા. જેમની પાસેથી ૧૪ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
બીજી બાજુ અડાલજ પોલીસ પોર ગામમાં દરોડો પાડીને બળીયાદેવ મંદિર પાસે જુગાર રમતા પોર ગામના ભોયણીવાસમાં રહેતા મંગાજી આતાજી ચાવડા, સાહિલ પોપટજી ચાવડા, સંદીપ ઈશ્વરજી ચાવડા અને ગોવિંદજી ગોપાલજી ચાવડાને ઝડપી લીધા હતા. જેમની પાસેથી ૧૧ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો ત્યારે પેથાપુર પોલીસે પણ વાસણીયા ગામની સીમમાં બોરકુવા ઉપર દરોડો પાડીને જુગાર રમતા રાંધેજા ગામના મહેશજી અમૃતજી ઠાકોર, પ્રકાશજી માધાજી ઠાકોર, અરવિંદજી ભાવાજી ઠાકોર, બળદેવજી વેલાજી ઠાકોર, વાસણ ગામના પ્રવીણજી બળદેવજી ઠાકોર અને વિક્રમજી અજમલજી ઠાકોરને ઝડપી તેમની પાસેથી ૨૯ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500