બેંગ્લુરુ એરપોર્ટ નજીક ભારે વરસાદનાં કારણે ઘણા સ્થળો પર પાણી ભરાઈ ગયુ, જેના કારણે ફ્લાઈટનું સંચાલન પ્રભાવિત થયુ અને આ કારણે લગભગ 14 ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી અને 6 ફ્લાઈટ રદ કરવી પડી, જેના કારણે મુસાફરોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો રસ્તા પર વરસાદનાં કારણે ટ્રાફિક જામ થઈ ગયો અને લોકોને ઘરે પહોંચવામાં ખૂબ મોડુ પણ થયુ. જોકે મંગળવારે સાંજે 4 વાગ્યા બાદ અચાનક મોસમ પલટાયુ અને ભારે વરસાદ અને પવન ફૂંકાવા લાગ્યો. જેના કારણે ફ્લાઈટ ઉડી શકી નહી.
હવે મોડી રાત બાદ વરસાદ રોકાયો અને અત્યાર હવામાન ચોખ્ખુ છે અને તમામ ફ્લાઈટ પોતાના નક્કી સમયે ઉડી રહી છે. જે 14 ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી તેમાંથી 12 ફ્લાઈટ્સને ચેન્નઈ, એક કોઈમ્બતુર અને એકને હૈદરાબાદ માટે ડાયવર્ટ કરવામાં આવી હતી. હવામાન વિભાગે આજે પણ કર્ણાટકમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આજે પણ કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને આંધ્રમાં વરસાદ પડી શકે છે.
લોકોને એલર્ટ રહેવા માટે કહ્યુ છે. દેશના ઘણા ભાગોમાં વરસાદે કહેર મચાવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે દિલ્હી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં કાલે ખૂબ વરસાદ પડ્યો. આજથી ઉત્તર ભારતમાં વરસાદ રોકાશે અને તાપમાનમાં વધારો થશે તો પૂર્વોત્તરના રાજ્યો આસામ, અરૂણાચલમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે અને ઝડપી પવન ફૂંકાઈ શકે છે તેથી એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500