નવી દિલ્હી :નન ઓફ અબાઉ (NOTA) ઓપ્શન EVMs માત્ર ભાજપ માટે જ નહીં પરંતુ કોંગ્રેસ માટે પણ નડતરરૂપ બન્યું છે.જેના કારણે બન્ને પક્ષોએ ૧૫ બેઠકો ગુમાવવી પડી છે,નોટાના કારણે ઉમેદવારો માટે છેક આવેલો વિજયનો કોળીયો છીનવાઈ ગયો.કારણ કે ૫.૫૧ ઉમેદવારોએ નોટાનો પ્રયોગ કર્યો છે.કોંગ્રેસ અને ભાજપ પછી નોટા ત્રીજા નંબર પર રહ્યું છે,જેને ૧.૮૩% વોટ મળ્યા છે.એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ વોટિંગ પેટર્ન્ટનો ૧૧૪ જેટલી બેઠકો પર કરેલા અભ્યાસ મુજબ ભાજપ અને કોંગ્રેસ પછી નોટા ત્રીજા નંબર પર રહ્યું છે. ભારતીય ટ્રાઈબલ પાર્ટી અને BSP જેવા પક્ષોને ઘણી બેઠકો પર માત્ર ૦.૭% વોટ મળ્યા છે.જયારે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)એ ૦.૬% વોટ મેળવ્યા છે જયારે બીજી કેટલીક પાર્ટીઓને તેનાથી ઓછા ૦.૫% મળ્યા છે.બે મુખ્ય પક્ષો સિવાય,૭૯૧ અપક્ષો નોટા કરતા વધુ મત મેળવવામાં સફળ થયા છે. તેમનો વોટ શેર ૪.૩% થાય છે.૩૦ જેટલી બેઠકો પર જેટલા માર્જિન મતોથી ઉમેદવારની જીત થઈ છે તેનાથી વધુ મત નોટામાં પડ્યા છે.આ દર્શાવે છે કે આ વખતે બન્ને મુખ્ય પક્ષો વચ્ચે કેટલી જબરજસ્ત પ્રતિસ્પર્ધા હતી.જયારે કોંગ્રેસે ભાજપ સામે ૧૫ બેઠકો ગુમાવી તો ભાજપે કોંગ્રેસ સામે ૧૩ બેઠકો ગુમાવી.જયારે લુણાવાડા અને મોરવા હડફથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા અપક્ષો સામે ભાજપ બહુ પાતળી સરસાઈ સાથે હારનો સામનો કરવો પડ્યો.નોટામાં પડેલા વોટ બન્ને મુખ્ય પાર્ટીઓમાંથી કોઈ એક માટે ફટકારૂપ બની,જો એવું ધારવામાં આવે કે નોટામાં પડેલા મતથી ભાજપને ફટકો પડ્યો તો ભાજપને ૯૯ના બદલે ૧૧૪ બેઠકો જીતવામાં સફળતા મળી હતી હોત,જે ૨૦૧૨માં જીતેલી બેઠક કરતા માત્ર ૧ ઓછી હોત.જયારે બીજી તરફ એવું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application