ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપળા નગર પાલિકા ખાતે બોર્ડ મિટિંગ હોય જેમાં પ્રધાન મંત્રી આવાસ યોજનાનો મુદ્દો ઉછળ્યો હતો.રાજપીપળા નગર પાલિકા ખાતે મંગળવારે સાંજે બોર્ડ મિટિંગ યોજાઈ હતી જેમાં શહેરમાં ચાલી રહેલી પ્રધાન મંત્રી આવાસ યોજનાનો મુદ્દો મુખ્ય રહ્યો હતો અને પાલિકાના માજી પ્રમુખ અને વર્તમાન સદસ્ય સંદીપભાઈ દશાંદીએ બોર્ડ મિટિંગમાં ઉગ્ર રજુઆત સાથે જણાવ્યું હતું કે,ચીફ ઓફિસર અમિત પંડ્યા છેલ્લા ઘણા મહિના થી આવાસ યોજનાના લાભાર્થીઓના ફોર્મ ઉપર સહી કરતા નથી અને જાણી જોઈને લાભાર્થીઓને મળતી આવાસ યોજનાની સહાય ટલ્લે ચઢાવે છે ઘણા મહિનાઓ થી આ યોજનાં ફોર્મ આગળ ન મોકલતા અમે ગાંધીનગર પણ આ માટે રજુઆત કરી જેમાં ખુદ પ્રભારી મંત્રી એ ચીફ ઓફિસર અમિત પંડ્યાને આ માટે ટકોર કરી હોવા છતાં એ કઈ કરતા નથી ત્યારે 200 થી વધુ લાભાર્થીઓ છેલ્લા છ માસ થી આવાસના ફોર્મ ભરવા છતાં સરકારી સહાય થી વંચિત રહ્યા છે તેમ સંદીપભાઈ દશાંદીએ બોર્ડ માં આક્રોશ સાથે રજુઆત કરતા બોર્ડ મિટિંગમાં આ મુદ્દો મોખરે રહ્યો અને બેઠક માં હંગામો થયા બાદ બેઠક વધુ તોફાની બને એ પેહલા રાજપીપળા પાલિકા પ્રમુખ જીગીશા ભટ્ટ અને કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલે તમામ સભ્યોને વિકાસના કામો થવાની બાંહેધરી આપી હતી ત્યારે મામલો થાળે પડ્યો હતો.બાદ આ બેઠકમા પાલિકા કારોબારીમાં વિપક્ષના સભ્યો મુન્તઝીરખાન શેખ અને ભરત વસાવાને કારોબારી સમિતિમાં સમાવવા સહિત વિવિધ વિકાસના કામો અંગેનો સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હતો.
High light:નિયમો મુજબ તપાસ થયા બાદ ફોર્મ પર સહી થતી હોય છે:અમિત પંડ્યા (ચીફ ઓફિસર)
આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યા એ જણાવ્યું કે,શરૂઆતમાં આચાર સંહિતા લાગુ હતી ત્યારબાદ નિયમ મુજબ લાભાર્થીઓના મકાનમાં શૌચાલય સહિતની સુવિધાની ચકાસણી કરાવાઈ અને જરૂરી નકશા બાબતે જે તે એજન્સીને નોટિસ આપી હોય એમાં સમય ગયો હતો પરંતુ હવે પેન્ડિંગ ફોર્મ આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આગળ મોકલી આપ્યા છે અને અમુકની ચકાસણી ચાલુ હોય એ પૂર્ણ થયે જે નિયમમાં આવતા હશે એ આગળ મોકલાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application