રાજકોટમાં ભેળસેળિયા વેપારીઓ બેફામ બન્યા છે.જેમાં ફરસાણનો વધુ 1390 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો છે. વાવડી વિસ્તારમાં આરોગ્ય વિભાગની તપાસમાં મોટો ખુલાસો થયો છે. તેમાં માહી ફૂડ,માહી જનરલ ફૂડ નામની પેઢીમાં તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે 285 કિલો કુરકુરે, 85 કિલો કોર્ન બાઈટ, 350 કિલો ચકરીનો નાશ કરાયો છે. 250 કિલો બાફેલો લોટ સહિત અખાદ્ય ફરસાણનો નાશ કરાયો છે.શહેરના ભરત ફરસાણમાં દરોડો પાડી 9 ટન જેટલા ભેળસેળીયા ફરસાણનો નાશ કર્યો છે.તાજેતરમાં મનપાના આરોગ્ય વિભાગે મનહરપુરમાં ફરસાણનું ઉતપાદન કરતા ભરત ફરસાણમાં દરોડો પાડી 9 ટન જેટલા ભેળસેળીયા ફરસાણનો નાશ કર્યો હતો દરમીયાન વાવડીમાં વધુ બે યુનીટમાં દરોડો પાડી તહેવાર ટાણે લોકોના પેટ બગાડે તેવા 1390 કિલો વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાતમાં દિવાળીના તહેવારોને ધ્યાને લઈ જાહેર જનતાને શુદ્ધ ખાદ્ય પદાર્થો મળી રહે તે રાજકોટ મનપાની ફૂડ વિભાગની ટીમે વાવડીમાં આવેલ જલીયાણ ઇન્ડ. એરીયામાં હરિકૃષ્ણભાઈ કમલેશભાઇ લીલાની ભાગીદારી પેઢી માહી ફૂડ પ્રોડકટ્સમાં દરોડો પાડયો હતો. ઉત્પાદક પેઢીમાં વિવિધ પ્રકારના નમકીનની વેરાયટીનું ઉત્પાદન સંગ્રહ કરી વેચાણ કરવામાં આવતુ હોય તપાસ કરતાં પેઢીના સ્થળ પર અનહાઈજેનિક કન્ડિશનમાં ખાધ્ય પદાર્થ ઉત્પાદન થતું જોવા મળેલ હતુ.
એકપાયરી ડેટ કે ઉત્પાદન અંગેની કોઈ પણ વિગતો છાપેલ ન હોવાનું માલૂમ પડેલ હતી. તેમજ પેક્ડ ખાધ્ય પદાર્થો જેવા કે કુરકુરે જેવા ફરસાણના પેકીંગ - 285 કિ.ગ્રા., ચકરી -300 કિ.ગ્રા., કોર્નબાઇટ -80 કિ.ગ્રા., અન્ય પડતર ફરસાણ- 50 કિ.ગ્રા., મળીને કુલ અંદાજીત 715 કિ.ગ્રા. જથ્થો પડતર તેમજ વાસી મળી આવેલ હોય સ્થળ પરથી ચકરી, મરચાં પાઉડરના નમૂના લેવામાં આવેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500