Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દીકરી સાથે પરિવારજનો કરતા હતા ઓરમાયું ભર્યું વર્તન,દીકરીઓ નીકળી આપઘાત કરવા,અભયમ ટીમને જાણ થતા બંને દીકરીઓને બચાવી લેવાઈ

  • July 08, 2019 

તાપીમિત્ર ન્યુઝ,નવસારી:નવસારીથી એક યુવકનો અભયમમાં કોલ આવેલ કે તેમની બે મિત્ર કે જેઓ એકજ સ્કૂલ માં અભ્યાસ કરે છે તેઓએ મને અત્યારે જાણ કરી છે કે,તેઓ પોતાના ઘરે થી નીકળીને આપઘાત કરવા ના છે તેથી ગભરાયેલ યુવકે તાત્કાલિક 181 મહિલા હેલ્પ લાઈન માં કોલ કરી બંને મિત્રો ને બચાવી લેવા વિનંતી કરી હતી.કોલ આવતા નવસારી રેસક્યુ વાન તાત્કાલિક સઘન તપાસ હાથ ધરી બને તરુણી ને શોધી કાઢી તેમના પરિવાર ને સોંપવામાં આવ્યા હતા.નવસારી રેસક્યુ વાન તાત્કાલિક સઘન તપાસ હાથ ધરી બને તરુણીઓને શોધી કાઢી તેમની પૂછપરછ હાથ ધરતા જાણવા મળેલ કે,તરુણીઓ એકજ સ્કૂલમાં ધોરણ 10 અને 11 માં અભ્યાસ કરે છે (કલ્પના,બદલેલ છે)એ પોતાની આપવીતી જણાવેલ કે,તેઓ બે ભાઈ બહેન છે પોતે મોટી છે જયારે ભાઈ નાનો છે તેમના મમ્મી પપ્પા તેના સાથે સારુ વર્તન કરતા નથી અને હું દીકરી હોવાથી મારી સાથે ઝગડો કરે છે મારાં ભાઈ ને તમામ ચીજ વસ્તુ લાવી આપે છે જ્યારે મને વારંવાર માંગણી કરવા છતાંય ચોપડી નોટો કે કપડાં લાવી આપતા નથી વર્ષો થી આવુ ચાલે છે.મારાં પ્રત્યે ના આવા ઓરમાયું ભર્યા વર્તન થી મને ખોટું લાગૅ છે જેથી મે મારું ઘર છોડી આપઘાત કરવાનો વિચાર કરેલ.જયારે (મીનાક્ષી, બદલેલ છે)એ જણાવેલ કે તેની સાથે અભ્યાસ કરતા એક છોકરા સાથે વાતચીત કરતા મારાં પપ્પા જોઈ ગયેલ તેથી ઝગડો થયેલ મે માફી પણ માંગી હતી કે હવે પછી તેની સાથે કોઈ વાતચીત નહી કરું પરંતુ મારાં મમ્મી પપ્પા ને વહેમ છે કે તેના સાથે હજુ પણ મારાં સબંધો ચાલુ છે જેથી મને વારંવાર ટોક્યા કરે છે જેથી મને ઘર છોડી આપઘાત કરવાનાં વિચાર આવેલ અને અમો બંને સ્કૂલ માં સારા મિત્રો છીએ જેથી એકબીજા ને આ વાત જણાવેલ અને અમો બને એ નક્કી કર્યું કે આપણે ઘર છોડી દેવું અને જીવન ટૂંકાવી નાખવું જેથી સાવરે 3 કાલકે અમો બને ઘરે થી નીકળી ગયા હતા પરંતુ મીનાક્ષીએ તેના મિત્ર ને કોલ કરી વાત જણાવી હતી.સમગ્ર બાબતે ગભરાયેલ યુવકે તાત્કાલિક 181 મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરી બંને મિત્રો ને બચાવી લેવા વિનંતી કરી હતી.ફરજ ઉપર ના મહિલા કાઉન્સેલર અને પોલીસ દ્વારા બંને તરુણીઓ ને ખુબ જ શાંતિ થી સમજાવી તેમના પરિવારને દીકરીઓને સોપી દેવામાં આવી હતી.અભયમ ટીમ ઘ્વારા બને પરિવાર ને દીકરીઓ ને સારી રીતે રાખવા અને કાળજી લેવા જણાવેલ.દિકરા-દીકરી ના ઉછેર માં કોઈ ભેદભાવ ના રાખવો તથા એકવાર જે ભુલ થઈ હોય તેને વારંવાર યાદ ના કરવી જોઈએ આમ ખુબ જ શાંતિથી તેઓ ને સમજાવતા તેમની ભુલ સમજાઈ હતી અને ખત્રી આપી હતી કે,હવે પછી દીકરીઓ ની કાળજી લેશે.આમ અભયમ ટીમ ની સમય સુચકતા થી બંને તરુણીઓનો બચાવ થયો હતો.

high light-મમ્મી પપ્પા સારુ વર્તન કરતા નથી અને હું દીકરી હોવાથી મારી સાથે ઝગડો કરે છે મારાં ભાઈ ને તમામ ચીજ વસ્તુ લાવી આપે છે જ્યારે મને વારંવાર માંગણી કરવા છતાંય ચોપડી નોટો કે કપડાં લાવી આપતા નથી વર્ષો થી આવુ ચાલે છે..(કલ્પના) high light-એક છોકરા સાથે વાતચીત કરતા મારાં પપ્પા જોઈ ગયેલ તેથી ઝગડો થયેલ મે માફી પણ માંગી હતી કે હવે પછી તેની સાથે કોઈ વાતચીત નહી કરું પરંતુ મારાં મમ્મી પપ્પા ને વહેમ છે કે તેના સાથે હજુ પણ મારાં સબંધો ચાલુ છે જેથી મને વારંવાર ટોક્યા કરે છે જેથી મને ઘર છોડી આપઘાત કરવાનાં વિચાર આવેલ..(મીનાક્ષી) high light-બંને સ્કૂલમાં સારા મિત્રો હતા જેથી એકબીજાને આ વાત જણાવેલ અને બંને એ નક્કી કર્યું કે આપણે ઘર છોડી દેવું અને જીવન ટૂંકાવી નાખવું


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application