ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:ઝારખંડમાં હાલમાં જ મોબલિંચિંગની ઘટનામાં તબરેઝ અન્સારી નામના યુવકની હત્યા કરવામાં આવી હતી.એ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી ભારતમાં મોબલિંચિંગની ઘટના રોકવા કડક કાયદો અમલી બનાવવા નર્મદા જિલ્લા કલેકટરને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટના મધ્યઝોન ચેરમેન ઈમ્તિયાઝ અલી કાદરીની આગેવાનીમાં એક આવેદનપત્ર અપાયું હતું.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ યુવાનો અને માયનોરિટી કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા.આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ ઘટનાના આરોપીઓને 302ની કલમ હેઠળ તાત્કાલિક અસરથી ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે.દેશમાં ધર્મના નામે કાયદા અને વ્યવસ્થાની પરવાહ કર્યા વિના નિર્દોષ મુસ્લિમ યુવાનીની હત્યા કરવામાં આવે છે,આવા બનાવોને રોકવા ખાસ કાયદો બનાવવો જોઇએ.આવા તત્વોનો ઉદ્દેશ્ય દેશમાં આંતરયુદ્ધ,કોમી દાવાનળ ફેલાવવાનો હોય છે.આ ઘટનામાં મરનાર તબરેઝ અંસારિની પત્નીને આજીવન જીવન નિર્વાહ કરી શકે તે માટે યોગ્ય વળતર મળે એવી અમારી માંગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application