ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લાના તમામ સક્રિય પત્રકારો ની આજરોજ એક બેઠક મળી હતી જેમાં જિલ્લાના દરેક મુખ્ય સેન્ટરના સક્રિય પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને રાજપીપળા,તિલકવાડા,કેવડિયા,દેડિયાપાડા,સાગબારા,સેલંબા ના પત્રકારો હાજર રહ્યા હતા જેમાં એક નવા પત્રકાર સંઘ ની રચના માટે સર્વાનુમતે ઠરાવ કરાયો હતો જેમાં પ્રમુખ તરીકે જિલ્લાના સૌથી વયસ્ક પત્રકાર એવા સાગબારાના જગદીશભાઈ શાહ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જયારે મંત્રી તરીકે રાજપીપળા ના પ્રવીણ પટવારી ઉપ પ્રમુખ તરીકે તિલકવાડાના છગનભાઇ વણકર બીજા ઉપ પ્રમુખ તરીકે મનોજ પારેખ સહ મંત્રી તરીકે ભરત વર્મા,બીજા સહ મંત્રી તરીકે જયંતી પરમાર ખજાનચી તરીકે જયેશ દોશી જયારે સહ ખજાનચી તરીકે યોગેશ સોની,ખાસ બનવવામાં આવેલી સલાહકાર સમિતિમાં કનકસિંહ માત્રોજા,રાહુલ પટેલ,ભરત શાહ,ગૌરાંગ સોની વિશાલ મિસ્ત્રી,દિપક પટેલ તેમજ વિશાલ પાઠકની વરણી કરવામાં આવી હતી.સંઘઠન ચલાવવા માટે જગદીશભાઈ શાહ,છગનભાઇ વણકર જેવા વરિષ્ઠ ઘડાયેલા તેમજ જવાબદાર વડીલો ની જરૂરિયાત હોવાનું દરેક પત્રકારનો મત હતો.હોદ્દેદારોની વરણી માં વડીલોનું સ્થાન સૌથી ઊંચું રખાયું છે.
High light-નર્મદાના એકટીવ પત્રકારો એ પોતાના મજબૂત સંઘઠનની જરૂરિયાતને ધ્યાને લઈ એક નવા સંઘઠનની રચના કરી..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500