Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લામાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવી ચુકેલા વિધાર્થીઓની તપાસ શરૂ,જિલ્લામાં 8 ટિમો દ્વારા ચેકિંગ 

  • June 26, 2019 

ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લામાં RTE લાભ થી વંચીત ગરીબ બાળકોના વાલીઓમાં રોષ ફેલાયો છે,જિલ્લામાં 310 જેટલા વિદ્યાર્થીઓ RTE માં પ્રવેશથી વંછીત રહી ગયા છે.ત્યારે ગરીબી રેખા નીચે જીવતા હોય તેમના બાળકને RTE ના લાભની જરૂર છે છતાં કેવી રીતે ક્વોટા પૂર્ણ થયો એવી રજુઆત કરી અમને પણ લાભ આપો તેવી માંગ સામે સક્ષમ હોવા છતાં RTE માં પ્રવેશ મેળવનાર બાળકોના પ્રવેશ રદ કરો જેવી માંગ કરી છે.ત્યારે આ માંગને પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.બી.નિનામાએ નાંદોદની 3 ડેડીયાપાડા માં 2 અને અન્ય ત્રણ તાલુકામાં એક એક એમ આંઠ ટીમો બનાવી તમામ પ્રવેશ મેળવેલ બાળકના ઘરે તેની આર્થિક પરિસ્થિતિનું ચેકીંગ કરશે.અને જે ટીમોના રિપોર્ટના આધારે જો શક્ય લાગશે તો પ્રવેશ રદ પણ કરી શકે છે.નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે RTE શિક્ષણ અધિકાર યોજનામાં લાભ લેવા 686 બાળકોના પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવામાં આવી નર્મદા જિલ્લામાં 24 ખાનગી શાળાઓમાં 25 ટકા પ્રમાણે 381 બાળકોને મંજૂરી મળી એટલેકે પ્રથમ રાઉન્ડ માં 361 બાળકોનું સિલેક્શન થયું જયારે બીજા રાઉન્ડ માં 15 એમ મળી કુલ 376 બાળકો ને પ્રવેશ મળી ગયો છે પરંતુ 686 જેટલી અરજી સામે 376 બાળકો ને પ્રવેશ મળતા 310 જેટલા બાળકો હજુ પણ પ્રવેશથી વંચીત રહી ગયા છે.ત્યારે આ 310 બાળકોને જે પ્રવેશ મળ્યો છે તે સાચા લાભાર્થીઓ છે કે કેમ એ ચેકીંગ કરવા 8 ટીમો  દ્વારા ચેકીંગ કરવામાં આવશે જેમાં પરિવારની આવક સાથે વૈભવી સાધનો અને સાથે રજુ કરેલ આવકનો દાખલો સાચો છે કે કેમ એ તમામ માહિતી ચેક કરવામાં  આવશે.  high light-નર્મદા જિલ્લામાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે.376 બાળકો ને પ્રવેશ મળી ગયો છે જે બાળકોએ પ્રવેશ મેળવ્યો છે તે તમામ બાળકો સાચા અર્થમાં સહાયના હકદાર છે કે કેમ એ માટે ખરાઈ કરવામાં આવશે,જો ગત વર્ષે કોઈ શાળામાં પ્રવેશ મેળવ્યો હશે તેનો આધાર ડાઇસ નંબર પણ ઝનરેટ થયો હશે એ બાળકનું જો આ વર્ષે RTE નો લાભ લીધો હશે તો એ રદ ગણાશે આવા બે-ત્રણ નામો મળ્યા છે જે પ્રવેશ રદ ગણાશે >> કલમ વસાવા  RTE  અધિકારી
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application