Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા ખાતે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

  • June 20, 2019 

ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપળા ના લીમડા ચોક ખાતે આવેલા શુભમ હોલમાં અર્બન હેલ્થ સેન્ટર નર્મદા દ્વારા એક મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં 224 દર્દીઓ એ ચેકઅપ કરાવ્યું હતું.અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો જેમાં નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના એડીએચઓ ર્ડો.વિપુલ ગામીત,બીએચઓ ર્ડો.એ કે સુમન સાથે તમામ રોગના નિષ્ણાત તબીબો પૈકી ર્ડો.દર્શનાબેન દેશમુખ (ગાયનેક),ર્ડો.મેણાત (ફિજિશિયન),ર્ડો.અક્ષય (ડેન્ટિસ્ટ ),ર્ડો.ધનંજય વલવી(એમ.ઓ.)સહિત ના ડોક્ટરો સાથે અર્બનની ટિમ કામે લાગી હતી કેમ્પમાં પાલિકા સદસ્યો પૈકી મહેશભાઈ એસ વસાવા,ઇલુભાઈ બક્ષી,સંજયભાઈ માછી અને કવિતાબેન માછી એ પણ ખાસ હાજરી આપી હતી.આ કેમ્પમાં કુલ 224 દર્દીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું સાથે એડીએચઓ ર્ડો.ગામીતે આરોગ્યને લગતી અલગ અલગ સરકારી યોજનાઓની વિગતવાર માહિતી પણ આપી હતી આમ આ કેમ્પ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application