Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:ખેડૂત પરિવાર મજુરી કામ અર્થે બાહર ગામ ગયું હતું:લાગી ઘાસના પુડીયામાં આગ:ગ્રામજનોએ આગ ઉપર કાબુ મેળવવા માટે કર્યા પ્રયાસ:ખેડૂતને ભારે નુકશાન

  • April 24, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના કુઈલીવેલ ગામે ખેડૂતના ઘર પાછળ મુકવામાં આવેલ પરાડ અને ઘાસના પુડિયામાં આગ લાગવાને કારણે ભારે ભાગદોડ મચી જવા પામી હતી.ઘટના સ્થળ પર દોડી આવેલા ગ્રામજનોએ આગ ઉપર કાબુ મેળવવા માટે હેન્ડપંપ અને ઘરમાં મુકેલા પાણી દેગડા અને બાલ્ટી વડે પાણી ભરી લાવી આગ ઉપર કાબુ મેળવવા માટે જોતરાઈ ગયા હતા.બનાવની જાણ સરપંચને કરવામાં આવતા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર તા.૨૩મી નારોજ સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કુઈલીવેલ ગામના મંદિર ફળીયામાં રહેતા વિનોદભાઈ નુરજીભાઈ વસાવા અને તેનું પરિવાર મજુરી કામ અર્થે બાહર ગયું હતું.તે દરમિયાન ઘરના પાછળના ભાગે મુકવામાં આવેલ પરાડ અને ઘાસના પુડિયામાં અચાનક આગ લાગી હતી.આગની જ્વાળાએ વિકરાળ રૂપ ધારણ કરતા પડોશમાં રહેતા લોકો અને ગ્રામજનો આગ ઉપર કાબુ મેળવવા માટે દોડી આવ્યા હતા.ગ્રામજનોએ હેન્ડપંપ માંથી પાણી ભરી આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસ કર્યા હતા.તેમજ કેટલાક લોકોએ તો પોતાના ઘર માંથી દેગડા અને બાલ્ટીમાં પાણી ભરી લાવી આગ ઉપર છંટકાઉ કરી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા.બનાવ અંગે સ્થાનિક લોકોએ માહિતી આપતા જણાવ્યું હતુકે,રોલર જેવી મશીનરી લઈ માર્ગ પરથી પસાર થતી એક ટ્રક નંબર જીજે-૧૯-વી-૯૮૯૯ નો બોડીનો ભાગ માર્ગ ઉપરથી પસાર થતા ચાલુ વીજલાઈનને અડી જતા વીજલાઈન માંથી તણખલા ઉડ્યા હતા જે તણખલા વિનોદભાઈ નુરજીભાઈ વસાવાના ઘર પાછળ મુકવામાં આવેલ પરાડ અને ઘાસના પુડિયામાં ઉપર પડતા આગ લાગી હોવાનું જણાવ્યું હતું,બનાવ અંગે ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી.પરિવાર મજુરી કામ અર્થે બાહર હોવાથી ગ્રામજનોએ આગ ઉપર પાણીની છંટકાઉ કરી મહામહેનતે આગ ઉપર કાબુ મેળવી એકતાની મિશાલ કાયમ કરી હતી.આગ લાગવાને કારણે આદિવાસી ખેડૂત પરિવારને આર્થિક રીતે ભારે નુકશાન પહોંચ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application