ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપળા નગર પાલિકાના સીઓ આર.એસ દેસાઈના માર્ગદર્શન મુજબ અને હેમરાજસિંહ રાઠોડની સૂચના બાદ પાલિકા ટીમે રાજપીપળા શહેરમાં ચાલતી ખાણી પીણી ની લારીઓ વાળા અગાઉ આપેલી સૂચનાનું પાલન કરે છે કે નહીં એ માટે અચાનક ચેકીંગ હાથ ધર્યું હતું.જેમાં મુખ્ય ગાર્ડનમાં ઉભી રહેતી પાણી પુરીની પાંચ લારીઓ વાળા નિયમોનું પાલન ન કરતા જણાઈ આવતા પાલિકા ટીમે આ પાંચ લારીઓ ડિટેન કરી કડક કાર્યવાહી હાથ ધરી હતી અને રૂપિયા ૨૬૦૦/-નો દંડ વસુલ કરતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાય ગયો હતો જોકે પાલિકા દ્વારા આ તમામને નિયમોનું પાલન કરવા અગાઉ વારંવાર સૂચના આપી હોવા છતાં પાલન ન કરતા આખરે કડક કાર્યવાહી કરી છે હજુ મુખ્ય ગાર્ડન બહાર ફૂટપાથ પર દબાણ કરતી લારીઓ દ્વારા ચોમાસામાં ગંદકી ન થાય એ માટે ટૂંક સમયમાં આ લારીઓ પણ હટાવી કડક કાર્યવાહી કરાશે એમ હેમરાજસિંહ રાઠોડે જણાવ્યું હતું.
High light-ચોમાસામાં લોકોના સ્વાસ્થ્ય ન બગડે એ માટે કડક કાર્યવાહી જરૂરી:ચીફ ઓફિસર
પાલિકાના ચીફ ઓફિસર આર.એસ.દેસાઈએ જણાવ્યું કે હાલ ચોમાસાની શરૂઆતમાં બેવડી ઋતુ હોય ખાણી પીણી માં જો વેપારીઓ તકેદારી ન રાખે તો લોકોના સ્વાસ્થ્ય બગડે એમ હોય મેં મારી ટીમને આ બાબતે કડક સૂચના આપી હતી અને આ લોક હિત માટે અત્યંત જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application