ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લાના વડા રાજપીપળા એસટી ડેપો લઘભગ 40 વર્ષ જૂનું હોય ઘણી તકલીફ આ ડેપોમાં હાલ છે જેમાં હાડપિંજર બનેલી પાણીની ટાંકી કોઈનો ભોગ લેવાની રાહ જોઈ રહી હોય એમ ત્યાં જ કામ કરતા કર્મચારીઓ ના માથે મોત મંડરાઈ રહ્યું હોવા છતાં ટાંકી તરફ કોઈની ધ્યાન જતું નથી કે ટાંકીના સમારકામ માટે અધિકારીઓના પેટનું પાણી સુધ્ધા હાલતું નથી.રાજપીપળા એસટી ડેપોને ટૂંક સમય પહેલા જ દોઢ કરોડના ખર્ચે રૂપકડી બનાવી દુલ્હનની માફક શણગાર્યું હોય આટલી અધધ રકમ ખર્ચ કરી રીનોવેશન કર્યા બાદ પણ આ ડેપો માં અનેક સમસ્યા હાલ યાથવત છે જેમાં 40 વર્ષ જૂની પાણીની ટાંકી કોઈનો ભોગ લે તેવી હાલતમાં હાડપિંજર સમાન પડું પડું થઈ રહી છે છતાં અધિકારીઓ જાણે કઈ જાણતા કે જોતાજ નથી એમ આ માટે કોઈ કાર્યવાહી કરતા નથી આ ટાંકી નીચેજ ઉભા રહી કર્મચારીઓ બસોની ધુવે છે અને નજીક માંજ બેસે પણ છે અને જો જોરદાર વાવાઝોડું કે ધરતીકંપ નો આંચકો અનુભવાય ત્યારે હાડપિંજર જણાતી આ ટાંકી કકડભૂસ થઈ નીચે આવી શકે તેવી બદ્દતર હાલતમાં જણાય છે છતાં કરોડો ના ખર્ચ બાદ પણ આવી ગંભીર બાબત ધ્યાન પર ન લેવાતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.જર્જરિત હાલતમાં ઉભેલી પાણીની ટાંકી વહેલી તકે રીપેર કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application