Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:સોનગઢ તાલુકા પંચાયતનો વિસ્તરણ અધિકારી અને સીનીયર ક્લાર્ક રૂ.૨૦ હજારની લાંચ લેતા ઝડપાયા

  • April 23, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ તાલુકા પંચાયતનો વિસ્તરણ અધિકારી અને સીનીયર ક્લાર્ક રૂપિયા ૨૦,૦૦૦/-ની લાંચ સ્વીકારતા તાપી-એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે.બનાવની જાણ લાંચિયા અધિકારીઓને થતા ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો.સોનગઢ તાલુકા પંચાયત કચેરીમાં એક સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો. તાપી જિલ્લામાં કાર્યરત જુદીજુદી કચેરીઓમાં ફરજબજવતા લાંચિયા અધિકારીઓ એક પછી એક લાંચ લેતા ઝડપાઈ રહ્યા છે.તાપી જિલ્લા એસીબી ટીમને એકવાર ફરી લાંચિયાને ઝડપી પાડવામાં ભારે સફળતા મળી છે.રેકોર્ડબ્રેક એક પછી એક લાંચિયાઓ ના ચહેરા સમાજની સામે ખુલ્લા પડી રહ્યા છે.તા.૨૩મી એપ્રિલ નારોજ,તાપી જિલ્લા એસીબીને મળેલ ફરિયાદને આધરે વર્કશોપ કોલોની ઉકાઈ ખાતે છટકુ ગોઠવી તાલુકા પંચાયતનો વિસ્તરણ અધિકારી અને સીનીયર ક્લાર્કને રૂપિયા ૨૦,૦૦૦/-ની લાંચ સ્વીકારતા એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યા છે.બનાવની જાણ સરકારી કચેરીઓમાં વાયુવેગે ફેલાતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો. સોનગઢના વિસ્તારોમાં કોન્ટ્રાકટર તરીકે કામ કરતા કોન્ટ્રાકટરે સોનગઢના સિંગલવાણ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન બનાવવાનું કામ રાખેલ હોય,જે પેટે ૧૧ લાભાર્થીઓના મકાનનું કામ શરૂ હતું.જેમાં પહેલા બે હપ્તા ના રૂપિયા લાભાર્થીઓના ખાતામાં જમા થયેલ જેમાંથી લાભાર્થીઓએ આવાસ યોજના માટે રૂપિયા ચૂકવેલ ત્યારબાદ ત્રીજા હપ્તાના નાણા રૂ.૩૦,૦૦૦/- જમા થયેલ નહી જેથી કોન્ટ્રાકટરે તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી વિપુલભાઈ દિલીપભાઈ વસાવાને મળી હપ્તા બાબતે વાત કરતા તેઓએ જણાવેલ કે,તમારે ૧૧ લાભાર્થીઓના રૂ.૬૦૦૦/- લેખે ૬૬,૦૦૦/- રૂપિયા કમીશન પેટે આપવા પડશે પછી જ ત્રીજો હપ્તો હપ્તો જમા કરવાની કાર્યવાહી કરવામાં આવશે,જેથી છેવટે ૨૦,૦૦૦/-રૂપિયા સોમવારે આપી જજો અને બાકીના રૂપિયા પછી આપી જવાનું કોન્ટ્રાકટરને જણાવ્યું હતું, કોન્ટ્રાકટર લાંચ આપવા માંગતા ન હોય,તાપી-એસીબીની મદદ માંગી હતી.૨૩મી નારોજ એસીબીને ફરિયાદ કરવામાં આવતા એસીબી-તાપીની ટીમે પણ લાંચિયાઓને પકડવા એકશનમાં આવી ગઈ હતી.મદદનીશ નિયામક આર.એસ.પટેલ એસીબી સુરત એકમ,ના સુપરવિઝનમાં લાંચીયાને પકડવા માટે સોનગઢના ઉકાઈ વર્કશોપ કોલોની ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું.દરમિયાન સોનગઢ તાલુકા પંચાયતનો વિસ્તરણ અધિકારી વિપુલભાઈ દિલીપભાઈ વસાવાએ લાંચની રકમ રૂપિયા ૨૦,૦૦૦/- સ્વીકારી સીનીયર ક્લાર્ક વિજયભાઈ ચેમટાભાઈ ગામીતને આપતા એસીબી-તાપીએ બંને જણાને ઝડપી પાડ્યા હતા.એસીબીએ લાંચિયાઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પૂછપરછ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application