Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:મોડી રાત્રે સુમસાન વિસ્તાર માંથી રડતું બાળક નણધીયાતી હાલતમાં મળી આવ્યો:બાળકના માતા-પિતાને શોધવા માટે પોલીસ દોડતી થઈ

  • April 23, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના ગામડામાં મોડી રાત્રે સુમસાન વિસ્તાર માંથી એક વર્ષનો રડતો બાળક નણધીયાતી હાલતમાં મળી આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.બનાવ અંગેની જાણ ગામના જ વ્યક્તિએ સરપંચને કરી હતી.હાલ સોનગઢ પોલીસે બાળકના માતા-પિતાને શોધવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના હીરાવાડી ગામના ચાર રસ્તા નજીક સ્વામિનારાયણ મંદીર- જામખડી ગામ તરફ જતા રસ્તાની બાજુમાં આવેલ નાળાની નીચે તા.૨૩મી નારોજ મોડી રાત્રે આશરે ૩:૦૦ કલાકના અરસામાં એક વર્ષનું રડતું બાળક મળી આવ્યું હતું.હીરાવાડી ગામના ડેરી ફળિયામાં રહેતા ગમનભાઈ ગામીતને મોડી રાત્રે કોઈક બાળકનો રડવાનો અવાજ સંભળાતા,અવાજની દિશા તરફ દોડી ગયા હતા.રડવાના સ્થળ પર જઈ તપાસ કરતા માત્ર એક વર્ષનું બાળક ધાબળાની પથારી ઉપર બેઠો રડતો મળી આવ્યો હતો.મોડી રાતનો સમય હતો સુમસાન વિસ્તાર હતો,ગમન ગામીતે ગામના સરપંચને ફોન કરી સમગ્ર બાબતથી વાકેફ કર્યા.તે સમયે રડતા બાળકને ગમન ગામીતે પોતાના ઘરે રાખી દૂધ/બિસ્કીટ આપી જમાડી સુવા માટે વ્યવસ્થા કરી આપી હતી.સવાર થતાની સાથે હીરાવાડી ગામની મહિલા સરપંચ રેખાબેન ભગુભાઈ ગામીત,રાત્રે મળી આવેલા બાળકને જોવા માટે ગમનભાઈ ગામીતના ઘરે દોડી આવ્યા હતા.બાળકના શરીરે રાખોડી કલરનું હાફ પેન્ટ તેમજ લીલા કલરનું હાફ બાંઈનું ટી-શર્ટ પહેરેલ હતું,બાળકની તબિયત સારી હોય,આસપાસના વિસ્તારના લોકોને પણ પૂછવામાં આવ્યું પરંતુ બાળકને કોઈ ઓળખતું હોય એવું કોઈ ઇસમ મળી ના આવતા આખરે મહિલા સરપંચે સોનગઢ પોલીસને જાણ કરી હતી.સોનગઢ પોલીસે હીરાવાડી ગામની મહિલા સરપંચ રેખાબેન ભગુભાઈ ગામીતની ફરિયાદને આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળી આવેલ બાળક સ્વસ્થ અને તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું છે.બાળકનું dna રીપોર્ટ સહિતની કાર્યવાહી કરી,બાળકને સુરત ખાતે આવેલ શિશુ હોમ ખાતે રીફર કરવા માટે તજવીજની તજવીજ હાથ ધરવામાં આવી છે.તેમજ મળી આવેલ એક વર્ષના બાળકના માતા-પિતાને શોધવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.બનાવ અંગે આગળની વધુ તપાસ asi પ્રતાપભાઈ દત્તુભાઈ કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application