નવી દિલ્હી:કેન્દ્રીય મંત્રિમંડળની બેઠકમાં નિર્ણય કરાયો હતો કે ૦-૧૨ વર્ષની બાળકી સાથે દૂષ્કર્મ કરનારને ફાંસીની સજા આપવામાં આવશે આ સિવાય ૧૬ વર્ષ સુધી યુવતી સાથે દુષ્કર્મ કરનારે ૧૦ વર્ષથી વધીને ૨૦ વર્ષની સજા ફટકારવામાં આવશે.
કેન્દ્ર સરકારના આ પોસ્કો એકટ પરના અધ્યાદેશને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે. સરકાર દ્વારા લાવવામાં આવેલ અધ્યાદેશ પાછળ અલખ આલોક શ્રીવાસ્ત દ્વારા સુપ્રીમ કોર્ટેમાં દાખલ કરવામાં આવેલી જનહીતની અરજી છે.આ અરજીમાં બાળકીઓ ઉપર દુષ્કર્મ કરનારને મોતની સજા આપવાની વકીલાત કરી હતી.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૧૨ વર્ષથી નીચેની ઉંમરની બાળકી સાથે દુષ્કર્મ પર ફાંસીની સજાને મંજૂરી આપી દીધી છે.શનિવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોદી સરકારે પોક્સો એક્ટ પર સંશોધન પર આરોપીઓને ફાંસીની સજા પર મહોર લગાવી હતી.ત્યારબાદ સંશોધિત પોક્સો એક્ટને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application