ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી સતત નવા પાણીની આવક ઉપલબ્ધ બનતા આજરોજ સવારે ૧૦ વાગે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૨.૬૮ ફૂટ ઉપર પહોંચી હતી અને ડેમમાં ૭૩,૩૩૨ ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે સામે ડેમનું રૂલ લેવલ ને મેન્ટેન કરવા માટે ડેમના ૨૨ ગેટ પૈકી ૧૦ ગેટ ૧૦ ફૂટ અને ૨ ગેટ ૭ ફૂટ તથા ૧ ગેટ ૮ ફૂટ ખોલી ડેમમાંથી ૧,૮૮,૭૯૨ ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે. જેને લઇ સોનગઢ અને વ્યારા તાલુકાના તાપી નદી કિનારે આવેલા ગામોને એલર્ટ કરાયા છે.
સવારે ૧૦ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૨.૬૮ ફૂટે પહોંચી
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમના સૂત્રોએ જણાવ્યા મુજબ ઘણા દિવસોથી ઉકાઇ ડેમમાં વધતા ઓછા પ્રમાણમાં નવા પાણીની વિપુલ આવક થઇ રહી છે જેથી ડેમની સપાટી તેના રૂલ લેવલ નજીક પહોંચી છે,ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે. આજે એટલે કે મંગળવારે સવારે ૧૦ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૨.૬૮ ફૂટે પહોંચી છે.
હથનુર ડેમના અધધ.....૪૧ ગેટ ઓપન કરી ડેમમાંથી તાપી નદીમાં ૨,૨૪,૭૦૯ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉકાઇ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યદેશમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ વરસતા પ્રકાશા ડેમના ૧૭ ગેટ ઓપન કરીને ડેમમાંથી ૧૦,૨૪૨ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને પ્રકાશા ડેમની જળ સપાટી આજે સવારે ૮:૩૦ કલાકે ૧૦૫.૫૦ મીટર નોંધાઇ છે.
આજ રીતે પ્રકાશા ડેમના ઉપરવાસમાં તાપી નદી પર આવેલા હથનુર ડેમની સપાટી આજે સવારે ૯ કલાકે ૨૧૦.૯૬૦ મીટર નોંધાઇ છે અને ડેમના અધધ.....૪૧ ગેટ ઓપન કરી ડેમમાંથી તાપી નદીમાં ૨,૨૪,૭૦૯ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500