ઉકાઈ ડેમ ના ઉપરવાસમાં પડેલ વરસાદ ને લઈ ડેમમાં પાણી ની આવક થતા ડેમ ના સત્તાધીશો દ્વારા ડેમ ના 22 દરવાજા પૈકી 13 દરવાજા ખોલી તાપી નદી માં પાણી છોડવામાં આવી રહ્યું છે. સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાત માં હવામાન વિભાગ ની આગાહી વચ્ચે પડી રહેલા વરસાદ ને પગલે ઉકાઈ ડેમ માં પાણી ની આવક થતા ડેમ ના સત્તાધીશો દ્વારા ડેમ નું રુલ લેવલ જાળવવા ડેમ ના 22 દરવાજા પૈકી ,8 દરવાજા દોઢ ફૂટ અને 5 દરવાજા બે ફૂટ ખોલી કુલ 13 દરવાજા વાટે 56 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ,જેને લઈ તાપી નદી ની આસપાસ આવેલ ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે સાથે ઉકાઈ ડેમ માંથી પાણી છોડવામાં આવતા સુરત,તાપી,નવસારી સહિતના ખેડૂતો અને લોકોમાં આનંદ છવાઈ ગયો છે.
ઉકાઈ ડેમની સપાટી પર એક નજર કરીએ
તા.16મી ઓગસ્ટ નારોજ સવારના 8 વાગ્યા સુધી ઉકાઈ ડેમની સપાટી 333.83 ફૂટ પર પહોચી છે.જયારે ડેમમાં પાણી આવક 142742 કયુસેક છે.તેની સામે 56123 કયુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500