Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:ઉચ્છલના ટાવલી ગામે DGVCL-લાઈનમેન ને ફટકારવામાં આવતા પોલીસ ફરિયાદ

  • April 22, 2018 

તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલના ટાવલી ગામે લાઈન ફોલ્ટ થતા રીપેર કરવા માટે ગયેલા DGVCL-લાઈનમેન ને ઢીક્કા મુક્કીનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર બે ઈસમો વિરૂધ્ધ ઉચ્છલ પોલીસ મથકે સુનીલભાઈ ગામીતે ફરિયાદ કરી છે. મળતી માહિતી અનુસાર તા.૨૧મી એપ્રિલ નારોજ,ઉચ્છલ તાલુકાના રૂમકીતલાવ થી ટાવલી ગામ વચ્ચે લાઈન ફોલ્ટ થતા ત્રણ જેટલા લાઈનમેનો રીપેરીંગ કરવા માટે ગયેલા તે દરમિયાન DGVCL-ના લાઈનમેન સુનીલભાઈ ગામીતને આગળની અદાવત રાખી (૧)કાલુ ઉર્ફે જાહગુ જાન્યાભાઈ વસાવા (૨)જગદીશભાઈ જાહગુભાઈ વસાવા બંને રહે-ચિતપુર તા-ઉચ્છલ નાઓએ ઢીક્કા મુક્કીનો મારમારી તથા કમરના ભાગે ઉંધી કુહાડીથી મારમારી,જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ઉચ્છલ પોલીસ મથકે સુનીલભાઈ જહેરૂ ગામીતે કરી હતી,જેના આધારે ઈપીકો કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨)૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ અપોકો સ્નેહલભાઈ કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application