શૈલીબેન એસ.ગોડાદરીયા દ્વારા-તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વ્યારા-બાજીપુરા નેશનલ હાઇવે માર્ગ પર કાર ફંગોળાયને માર્ગ ઉપરથી દુર ફેંકાઈ હતી.અકસ્માત સ્થળ પર દોડી આવેલા લોકોએ કાર માંથી બે શખ્સોને બાહર કાઢ્યા હતા.બંને શખ્સોને શરીરે ઈજાઓ પહોંચી હતી માથા અને કાન તેમજ મોઢાના ભાગેથી લોહી વહી રહ્યું હતું,સ્થળ પર દોડી આવેલા લોકો માંથી કોઈકે ઈમરજન્સી સેવા ૧૦૮ ને પણ જાણ કરી મદદ માંગી હતી.
મળતી માહિતી અનુસાર તા.૨૨મી એપ્રિલ નારોજ બપોરે ૧૨:૦૦ કલાક ના અરસામાં વ્યારા-બાજીપુરા નેશનલ હાઇવે માર્ગ પર દોડતી એક મારુતિ રીટ્ઝ કાર નંબર GJ-15-CG-7867 ના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ફંગોળાયને હાઇવે માર્ગ ઉપરથી દુર ફેંકાઈ હતી.દરમિયાન હાઇવે માર્ગ ઉપરથી પસાર થતા કેટલાક વાહનચાલકો તેમજ નજીકના ખેતરમાં કામ કરતા મજૂરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બાહર કાઢ્યા હતા.જેમાં (૧)પરવેઝ સૈયદ (૨)ઇમરાન મુન્સી રહે-પાડવી સોસાયટી,નવાપુર-જી,નંદુરબાર(મહારાષ્ટ્ર)નાઓના શરીરે ઈજાઓ પહોંચી હતી.તેમના માથા અને કાન તેમજ મોઢાના ભાગેથી લોહી નીકળતું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.કારમાં સવાર બંને શખ્સો મહારાષ્ટ્રના નવાપુરથી સુરત તરફ જઈ રહ્યા હતા.ઘટના સ્થળ પર દોડી આવેલા લોકો માંથી કોઈકે ૧૦૮ને કોલ કરી મદદ માંગી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application