તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:ભર ઉનાળે સોનગઢના દક્ષિણ વિસ્તારમાં આવેલ ગામોમાં પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાય છે.અહીં સરકાર દ્વારા અનેકવિધ યોજના બનાવાઈ છે.પરંતુ તે બધી નકામી સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.વાત છે સોનગઢ તાલુકાના સાદડુંન ગામની.કે જ્યાં પાણી પુરવઠાની યોજના અંતર્ગત ૨૦૧૨ ના વર્ષ માં ૨.૩૦ કરોડ ના ખર્ચે પાણી ની ટાકી બનાવવામાં આવી હતી.જે શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે.પાણી ની ટાકી બની ત્યારથી ઉનાળા પહેલાજ ગામ વાસીઓ પાણી માટે ફાંફા મારવાના શરૂ કરી દે છે અને સેંકડો કિલોમીટર સુધી ચાલી પાણી લાવવા મજબુર બન્યા છે.પાણી પુરવઠાની આ યોજના થકી બોરથવા ડેમ માંથી પાણી લિફ્ટ કરી સાદડુંન,ઓટા,રાસમાટી,સિનોદ,બોરથવા,માળ,ઘુસરગામ,પહાડદા,લાંગડ,કરવંદા અને મલંગદેવ એમ ૧૧ ગામોને તેનો લાભ થનાર હતો.
પરંતુ ડેમમાં ઉનાળા પહેલાજ પાણી સુકાઈ જતા આ ગામોના દસ હજારથી વધુ લોકોની હાલત પાણી વગર કફોડી બની છે.અહીં આપને એ પણ જણાવી દઈએ છીએકે,તાપી જીલ્લાના અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં વાસ્મો યોજના અંતર્ગત હાલ કાગળો ઉપર જ પાણીપાણી બતાવામાં આવ્યું છે.પરંતુ અહીના ગામડાઓના આદિવાસીઓ પીવાના પાણી માટે ભર ઉનાળે દરદર ભટકી રહ્યું છે.અને પાણી મેળવવા માટે અભિયાન ચલાવી રહ્યા છે.તેવામાં તાપી જીલ્લા વાસ્મો યોજના અંતર્ગત ચાલતું પાણી કૌભાંડની તળિયા ઝાટક તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ અહીંના લોકો દ્વારા કરવામાં આવી રહી છે.સરકાર દ્વારા નિયુક્ત અધિકારીઓ-કર્મચારીઓની અણ આવડતને પગલે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને સરકારી તિજોરીઓના કરોડો રૂપિયા ખોટી જગ્યા એ વેડફાઈ જાય છે, સોનગઢના દક્ષિણ વિસ્તારમાં પણ આવુજ કંઈક થયું છે, આ વિસ્તારમાં આવેલ ચેકડેમ, હેન્ડપમ્પ હોય કે આવી તોતિંગી પાણી પુરવઠા ની યોજના તમામ ઉનાળાના આકરા દિવસો પહેલાજ સુકાભટ્ટ થઇ જાય છે અને હજારો ગામવાસીઓએ એક બુંદ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application