અમદાવાદ:માત્ર ગુજરાતમાં જ નહી દેશ ભરમાં રેપ અને કિડનેપિંગનીને ઘટનાઓને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર લોકો જસ્ટીસ માટે રેલીઓ કાઢી રહ્યા છે.તાજેતરમાં જ સુરત દુષ્કર્મ અને હત્યા, ઉન્નાવ અને કઠુઆમાં દુષ્કર્મની ઘટનાઓએ સૌકોઇના રુવાંટાં ઉભાં કરી દીધાં છે.છેલ્લા પાંચ વર્ષના ક્રાઇમના ડેટા પર નજર નાખીએ તો 2017માં માઇનર ગર્લ્સના અપહરણ અને રેપની ઘટનાઓ ગુજરાતમાં સૌથી વધુ બની હતી.
નેશનલ ક્રાઇમ રેકોડ્ર્સ બ્યૂરોના (એનસીઆરબી) ડેટા મુજબ, ગુજરાત પોલીસ અને રાજ્ય સરકારે 2017માં 493 રેપ અને 2514 અપહરણ કે ભગાડી જવાના કેસ નોધાયા હતા, જે મુજબ દર અઠવાડિયે 9 માઇનર પર દુષ્કર્મ અને 48નું કિડનેપિંગ થયું હતું. જે 2016માં માઇનર પર દુષ્કર્મના નોંધાયેલા કેસનો બમણો આંકડો છે. 2018ના પહેલા બે મહિનામાં 10 રેપ કેસ અને 57 અપહરણના કેસ નોંધાયા હતા.જો કે ઉંમર પ્રમાણે 2017-18ના રેપ સવાર્ઇવર્સની યાદી ઉપલબ્ધ નહતી, એનસીઆરબીએ જાહેર કરેલા ડેટા મુજબ 2016માં 6 વર્ષથી નાની ઉંમરની 10 રેપ સવાર્ઇવર હતી, 6થી 12 વર્ષની 23, 12થી 16 વર્ષની 175 અને 16થી18 વર્ષનથી 319 રેપ સવાર્ઇવર હતી.ક્રાઇમના મામલામાં દેશના 29 રાજ્યોમાંથી ભારતનો 15મો ક્રમ છે. નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું કે, 16થી 18 વર્ષની છોકરી પર દુષ્કર્મ, કિડનેપિંગ અને ભગાડી જવાના ગુનાઓના આંકડા સૌથી વધુ નોંધાયા છે.વિમેન્સ રાઇટ એિક્ટવિસ્ટ મંજૂલા પ્રદિપનું કહેવું છે કે માઇનર પરના ગુનાઓ પહેલેથી જ વધુ છે પણ અત્યારના સમયમાં આવા કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.મંજૂલા પ્રદિપે કહ્યું કે, અગાઉ સામાજિક લાંછનના ડરથી માતા-પિતા માઇનર પર રેપના કેસમાં ફરીયાદ નહોતા નોંધાવતાં.જો કે જાગૃતતામાં વધારો થતાં લોકો હવે ન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યા છે.આગળ ઉમેરતા કહ્યું કે,અત્યારે સ્કૂલમાં સેક્સ એજ્યુકેશન ફરજિયાત બની ગયું છે.ગર્લ્સને સેલ્ફ ડિફેન્સ અને પોતાની વિરૂધ્ધ થતાં ગુનાહિત કાવતરા સામે અવાજ ઉઠાવતા શીખવવું જોઇએ.પોતાના રિપોર્ટ ધી ચિલ્ડ્રન કેન નોટ વેઇટમાં સમાજ સેવક અને નોબેલ વિજેતા કૈલાશ સત્યાર્થીએ પીએસસીએસઓ કેસમાં ગુજરાત બીજા નંબરે હોવાનું નોંધાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500