Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈ:બ્લાસ્ટ કેસમાં જનમટીપની સજા કાપી રહેલા અબૂ સલેમને કરવા હતા ત્રીજા લગ્ન:પેરોલ અરજી ના મંજૂર

  • April 22, 2018 

મુંબઈ:૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટ કેસમાં જનમટીપની સજા કાપી રહેલા અબૂ સલેમે ત્રીજા લગ્ન માટે પેરોલ અરજી કરી હતી.શનિવારે નવી મુંબઈ કમિશ્નરે તેને રદ કરી દીધી.ગયા વર્ષે પણ સલેમે ટાડા કોર્ટ પાસે લગ્ન કરવાની પરવાનગી માંગી હતી.આ પહેલા મુંબઈના મુંબ્રા વિસ્તારમાં રહેતી છોકરીએ કોર્ટમાં અરજી આપીને કહ્યું હતું કે તે સલેમ સાથે લગ્ન કરવા માંગે છે.તેનો દાવો હતો કે ૨૦૧૪માં તેણે ટ્રેનમાં સલેમ સાથે નિકાહ કર્યા,એટલે હવે તેને અધિકૃત રીતે તેની મંજૂરી આપવામાં આવે.ઉલ્લેખનીય છે કે સલેમને પોટુર્ગલથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. અબૂ સલેમ લખનઉ અને દિલ્હીમાં હાજર થવા દરમિયાન ઘણીવાર નવી પત્ની ‘બહાર કૌસર’ સાથે મુલાકાત કરી ચૂક્યો છે.ગયા વર્ષે પણ પોલીસ કસ્ટડીમાં સલેમ અને તેની પત્નીની મુલાકાતની તસવીરો સામે આવી હતી.કૌસરે ૨૦૧૫માં ટાડા કોર્ટમાં અરજી કરીને સલેમ સાથે લગ્ન ન કરાવવા પર આત્મહત્યા કરવાની વાત કરી હતી.૬ પેજની અરજીમાં તેણે કહ્યું હતું-૨૦૧૪માં તેના અને સલેમના ટ્રેનમાં નિકાહના સમાચારોએ તેની જીંદગી બરબાદ કરી નાખી છે.હવે મારી પાસે સલેમ સાથે સામાજિક રીતે લગ્ન કરવા સિવાય અન્ય કોઇ રસ્તો નથી બચ્યો.જો મને તેની મંજૂરી ન આપવામાં આવી તો હું આત્મહત્યા કરી લઇશ.કૌસરે સલેમ સાથે ટ્રેનમાં નિકાહને રજિસ્ટર્ડ કરાવવાની પરવાનગી માંગી હતી.બંનેના ઇસ્લામિક રીતિ-રિવાજોમાં નિકાહની વાત તેમના પરિવારજનો પણ કહી ચૂક્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application