અમદાવાદ:ગુજરાતનાં ઘણા વિસ્તારોમાં શનિવારે ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા.ભુકંપનું કેન્દ્ર ભરૂચથી ૩૮ કિલોમીટર અંતરે હતું.દક્ષિણ ગુજરાતનાં તાપી,સુરત,ભરૂચ, નવસારી,રાજપીપળામાં પણ ભૂકંપનાં ઝટકાઓ અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ અનુસાર ભૂકંપની તિવ્રતા ૩.૭ માપવામાં આવી છે.જો કે અત્યાર સુધી કોઇ જાનહાનીનાં સમાચાર આવ્યા નથી.બીજી તરફ દેશનાં કિનારા વિસ્તારોમાં હવામાન વિભાગે મીની વાવાઝોડા અને સમુદ્ર અશાંત રહેવાની ચેતવણી ઉચ્ચારી છે.શુક્રવારે હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, પશ્ચિમી તટનાં દક્ષિણી હિસ્સા અને લક્ષદ્વીપનાં કિનારાઓ પર શનિવારે હવામાન તોફાની થવાની અને સમુદ્ર પણ અશાંત રહેવાની આગાહી કરી હતી.
માછીમારોને સમુદ્રમાં નહી જવા માટેની સલાહ આપવામાં આવી હતી.વિભાગે કહ્યું કે, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના કિનારાઓ પર ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવા ફુંકાઇ શકે છે અને સમુદ્ર અશાંત રહી શકે છે.તેણે પોતાની ચેતવણીમાં કહ્યું કે,માછીમારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કિનારાથી દુર રહે અને શક્ય હોય સમુદ્ર ખેડવાનું સાહન ન કરે.ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસિઝે પોતાની ચેતવણીમાં કહ્યું હતું કે,ભારતનાં પશ્ચિમ કિનારા અને લક્ષદ્વીપ પર રહેલા કિનારાઓ શનિવારે સવારે મોટી લહેરો ઉઠવાની સંભાવના છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500