નવી દિલ્હી:સગીરાઓ અને બાળકીઓ સાથે બળાત્કારની વધતી જતી ઘટનાઓ પર આકરું વલણ અપનાવતા મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે.કેન્દ્રીય કેબિનેટની એક મહત્વની બેઠક થઈ જેમાં 'પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ' એટલે કે પોક્સો એક્ટમાં ફેરફાર કરવાનો મોટો ફેસલો લેવામાં આવ્યો છે.આ ફેરફાર બાદ દેશમાં ૧૨ વર્ષ કે તેનાથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે રેપના દોષિતોને મોતની સજા આપી શકાશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને કેન્દ્રીય કેબિનેટની ખુબ જ મહત્વપૂર્ણ બેઠક લગભગ અઢી કલાક જેટલી ચાલી હતી.બેઠકમાં બાળકીઓ સાથે રેપ કરનારને મોતની સજા પર વટહુકમ જારી કરવા પર મહોર લાગી ગઈ.મામલો કેટલો ગંભીર છે તે તેના ઉપરથી જ જાણી શકાય કે પીએમ મોદી જેવા વિદેશ પ્રવાસથી પાછા ફર્યા કે કેબિનેટની બેઠક બોલાવી લીધી હતી.
માસૂમ બાળકીઓ સાથે આચરવામાં આવતી ક્રુરતા અને બળાત્કારની ઘટનાઓથી સમગ્ર દેશમાં ગુસ્સાનો માહોલ છે.કઠુઆ ગેંગરેપ, સુરત અને હવે ઈન્દોરની ઘટનાઓ બાદ આવા ગુનેહગારોને કડકમાં કડક સજા આપવાની માગણી કરવામાં આવી રહી છે.સરકાર આ સંદર્ભે પોક્સોમાં સંશોધન માટે વટહુકમ લાવવાની યોજના બનાવી રહી હતી.પોક્સો કાયદાની હાલની જોગવાઈ મુજબ આ જઘન્ય અપરાધ માટે વધુમાં વધુ સજા ઉમરકેદ છે.જ્યારે ઓછામાં ઓછી સજા ૭ વર્ષ છે.રિપોર્ટ્સ મુજબ પોક્સો એક્ટમાં સંશોધન કરીને ૧૨વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે રેપની ઘટનાઓમાં મોતની સજાની જોગવાઈને જોડવામાં આવશે.
High light- નવા ફેરફાર માટે લેવાયેલા ફેસલા
- ૧૨ વર્ષ કે તેથી નીચેની બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનાર દોષિતોને થશે ફાંસીની સજા.
- ૧૬ વર્ષથી નાની છોકરી સાથે સાથે ગેંગરેપ પર ઉમરકેદની સજા.
- ૧૬ વર્ષથી મોટી છોકરી સાથે રેપ પર ઓછામાં ઓછા ૨૦ વર્ષ સુધીની સજા.
- તમામ રેપ કેસમાં ૬ મહિનાની અંદર ચુકાદો આપવો પડશે.
- નવા સંશોધન મુજબ રેપ કેસની તપાસ ૨ મહિનાની અંદર પૂરી કરવી પડશે.
- આગોતરા જામીન મળશે નહીં
- કોઈ પણ મહિલા પર રેપના દોષિતને થનારી સજા હવે ૭ વર્ષથી વધીને ૧૦ વર્ષ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application