Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:ઘર આંગણે પાર્ક કરેલ બાઈક ચોરટાઓ લઈ થયા ફરાર

  • April 21, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ નગર માંથી ઘર આંગણે પાર્ક કરવામાં આવેલ બજાજ કંપનીની મોટર સાયકલ ચોરાઈ હોવાની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સોનગઢના નવાગામ વિસ્તારમાં આવેલ સાંઈ બાબા ના મંદિર પાસે રહેતા ગૌરવભાઈ સંજયભાઈ પાટીલના ઘર આંગણે પાર્ક કરવામાં આવેલ બજાજ કંપનીની મોટર સાયકલ નંબર જીજે-૨૬-કે-૮૩૪૫ ગત મોડી રાત્રે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ડૂબલિકેટ ચાવી વડે ચાલુ કરી ચોરી કરી નાસી ગયા હોવાની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે કરી હતી જેના આધારે પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ રૂ.૪૦,૦૦૦/- ની બાઈક ચોરી હોવાનો ગુન્હો દાખલ કરી તેમને શોધવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application