તાપીમિત્ર ન્યુઝ,વલસાડ:સોના-ચાંદીના ધરેણાંની દુકાન ચલાવતા એક જ્વેલર્સ રાબેતા મુજબ ધરેણાં ભરેલા થેલા સાથે એક્ટિવા બાઇક પર સવાર થઇ દુકાન ઉઘાડવા જતા હતા.તે દરમિયાન ડુંગરીના રેલવે ગેટ નં.102 અને 103 વચ્ચેથી પસાર થતા સર્વિસરોડ પર અચાનક કાળ રંગની બાઇક પર આવી પહોંચેલા 3 પૈકીના 1 લુંટારુએ જ્વેલર્સને પિસ્તોલ જેવું હથિયાર બતાવી,દાગીના ભરેલો થેલો આપી દેવા જણાવ્યું હતું. જે દરમિયાન બીજા લુંટારુએ જ્વેલર્સની આંખમાં મરચાંની ભુકી ફેકીને રૂ.1.50 લાખથી વધુના ઘરેણાં ભરેલો થેલો આંચકીને ભાગી છુટ્યા હતાં.ધટનાની જાણ થતાં ડુંગરી પોલીસ ઉપરાંત વલસાડના ડીવાયએસપી તથા એલસીબી ટીમ સ્થળ પર દોડી ગઇ હતી.સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,તા.18મી એપ્રિલ નારોજ ડુંગરીના ડુંગર ફળિયા ખાતે ધનલક્ષ્મી જ્વેલર્સ નામે દુકાન ધરાવતા પ્રકાશ તુલસીરામ સોની રહે,રામજી મંદિર ફળિયા સવારે 8-15 વાગ્યે હંમેશાની જેમ ઘરેણાં ભરેલો થેલો લઇને તેમની એક્ટિવા નંબર જીજે-15-બીએમ-8651 પર સવાર થઇ દુકાને જવા નીકળ્યા હતાં.રેલવે ગેટ નંબર 102 અને 103 વચ્ચેથી પસાર થતા સર્વિસરોડ કાચા રસ્ત પરથી પસાર થતા હતા,તે દરમિયાન બે ઇસમો અચાનક તેમની બાઇક સામે આવી ગયા હતાં.જ્યાંરે ત્રીજો ઇસમ કાળા રંગની બાઇક લઇને થોડા અંતરે ઊભો થઇ ગયો હતો.બે લુંટારાઓ પૈકીએ એક એ પિસ્તોલ જેવું હથિયાર કાઢ્યું હતું અને પ્રકાશભાઇને ગોળી મારી દેવાની ધમકી આપી તેમનો થેલો આપી દેવા જણાવ્યું હતું.જે દરમિયાન બીજા લુંટારાએ લાલ મરચાંની ભુંકી પ્રકાશભાઇના મોઢા તથા આંખ પર ફેંકીને અંદાજે 1.50 લાખથી વધુની કિંમતના ધરેણાં ભરેલ બેગની લુંટ ચલાવીને ડૂંગરી લીંક રોડ તરફ ભાગી છુટ્યા હતાં.લુંટની ઘટનાની જાણ થતા ડુંગરીના પીએસઆઇ જે.જી.મોડ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી હતી.ડુંગરી પોલીસે પ્રકાશ સોનીની ફરિયાદને આધારે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application