તાપીમિત્ર ન્યુઝ,વલસાડ:દક્ષિણ ગુજરાતના વલસાડમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો.ત્યારે તેમણે ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદને કારણે થયેલા નુકશાનની સામે વળતર આપવાની વાત કરી હતી.મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે,ગઇકાલે વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા સ્વજનના પરિવારને રૂપિયા બે લાખની સહાય અપાશે.તેમજ નુકસાનીનો સરવે કરીને પણ જરૂરિયાત મુજબ સહાય કરાશે.તેમજ વાવાઝોડાના પરિણામે જે વિસ્તારોમા ખેતીને નુકસાન થયુ છે,એનો પણ સર્વે કરવા માટે સબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી દીધી છે.સર્વે બાદ જરૂરિયાત મૂજબ તેમાં પણ સહાય ચૂકવાશે.તેમણે ઉમેર્યું કે,ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ વાવાઝોડાના કારણે થયેલ મૃત્યુના સ્વજનને રૂપિયા બે લાખ આપવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે.તે સહાય પણ ચૂકવાશે.આમ, મુખ્યમંત્રીની જાહેરાત મુજબ મૃતકોના પરિવારજનોને રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેની સહાય મળશે.ઉલ્લેખનીય છે કે,ગુજરાતના કમોસમી માવઠાની થયેલી અસરને પગલે પીએમ મોદીએ ટ્વિટ કરીને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.તો મૃતકોના પરિવારને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.આ સહાય પ્રધાનમંત્રી રાહત કોષ માંથી અપાશે,તેવી પીએમઓના ટ્વિટર હેન્ડલ માંથી જાહેરાત કરાઈ છે.આ સહાય અન્ય રાજ્યોના મૃતકોના પરિવારજનોને પણ જાહેર કરાઈ છે.દેશના અનેક વિસ્તારોમાં મંગળવારે તોફાને કહેર મચાવ્યો હતો.મંગળવારે બપોરે મોટાભાગના શહેરમાં તેજ તોફાન તથા બરફના કરા પડ્યા હતા.દેશભરમાં આવેલા તોફાનને કારણે 39 લોકોના મોતની પુષ્ટિ થઈ છે,જ્યારે કે અનેક લોકો ઘાયલ થયા છે.મંગળવાર બાદ બુધવારે પણ હવામાન ખાતાએ દેશના અનેક વિભાગોમાં વંટોળ-તોફાનનું એલર્ટ જાહેર કર્યું છે.તોફાન અને વરસાદની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર જોવા મળી હતી.આ વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઈને અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.જેમાં ખેડુતોને ભારે ભારે નુકશાન સહન કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.કેસર કેરી,ઘઉં અને મરી મસાલાના પાકોને મોટાપાયે નુકશાન થયું હતી.તો માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં મૂકાયેલ અનાજની બોરીઓ પણ પલળી ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application