મુંબઇ:સરકારની નવી આવક ઉભી કરવા તથા પર્યાવરણની ચિંતાના કારણે ડીઝલ કાર ઉપર બે ટકા ટેક્ષ વધારવા પ્રસ્તાવ કર્યો છે તો બીજી બાજુ વાતાવરણ વધુ પ્રદુષિત ન થાય તે માટે ઇલેકટ્રીક વાહનોમાં ટેક્ષ ઘટાડી તેના વેચાણને વેગ આપવા માંગે છે.
નવી કરપ્રણાલી જીએસટી લાગુ થયા બાદ એક જ કેટેગરી હેઠળ આવતી તમામ પેટ્રોલ અને ડીઝલ કાર ઉપર સમાન ટેકસ લાગે છે.જેમાં ટેકસનો દર એન્જિનની કેપેસીટી અને કારની સાઇઝ મુજબ નકકી થાય છે. જીએસટી લાગ્યા બાદ અને ડીઝલ ઉપર પ્રસ્તાવિત વધુ ટેકસની સાથે એકવાર ફરી તમામ પ્રકારની કાર ઉપર વસુલવામાં આવતા જીએસટી રેટમાં ફેરફાર થઇ શકે છે.એક બાજુ સરકાર ડીઝલ કાર ઉપરનો ટેકસ વધારાની વિચારણા કરી રહી છે તો બીજી બાજુ ઇલે. વ્હિકલનો ટેકસ ઘટાડવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે, સરકાર દેશમાં ડીઝલ વાહનો મોંઘા કરીને વેચાણ ઘટાડવા ઇચ્છે છે જેથી પ્રદૂષણ સમસ્યા ઉકેલાય.તે ઉપરાંત કરબોજ ઘટાડીને ઇલે. વ્હિકલના વેચાણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application