શૈલીબેન એસ.ગોડાદરીયા દ્વારા તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડ તાલુકાનું ખાંભલા ગામમાં એક ચાર વર્ષની દીપડી મરઘીનું મરણ ખાવા માટે આવતાં પાંજરે પુરાઈ જતાં ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.ઘટના સ્થળ પર દોડી આવેલા વનઅધિકારીઓ દ્વારા દીપડીને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ તા.૨૦મી એપ્રિલ નારોજ,તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ખાંભલા ગામના વિસ્તારમાં ઘણાં સમયથી દીપડો-દીપડી નજરે પડતા હોવાની રજૂઆતને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે એક મરઘીના મારણ સાથે પાંજરું મુકવામાં આવ્યું હતું.રજૂઆતને ધ્યાનમાં રાખીને ખાંભલા ગામના તાડફળિયાના ગમનભાઈ સુખાભાઈ ચૌધરી ના ખેતરમાં પાંજરું મુકવામાં આવ્યું હતું.જેમાં મળસ્કે મરઘીનું મારણ ખાવાની લાલચે આવેલી એક ચાર વર્ષની દીપડી પાંજરે પુરાઈ ગઈ હતી.જેની જાણ વન વિભાગના અધિકારીઓને કરવામાં આવતાં વનઅધિકારીઓએ પાંજરામાં આવી ફસેલી દીપડીને સુરક્ષિત જંગલ વિસ્તારના સ્થળ પર છોડવાની તજવીજ હાથ ધરી હતી.
high light-આસપાસના વિસ્તારોમાં બનતી ઘટના અંગેના અપડેટ્સ જાણવા માટે Google playstore પરથી tapimitra એપ ડાઉનલોડ કરી શકો છો જેમાં આપ જોઈ શકો છો મહત્વના દરેક અપડેટ્સ .....
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application