નંદુરબાર:નંદુરબાર શહેરમાં પોલીસના પુત્રની મંગળવારે રાત્રે સાકી નાકા વિસ્તારમાં હત્યા કરતાં નંદુરબાર શહેરમાં રાત્રે લોકોએ વાહનોની તોડફોડ કરીને પથ્થરમારો કર્યો હતો.ત્યારબાદ જિલ્લા પોલીસ પ્રશાસને નંદુરબાર શહેરમાં કર્ફ્યુ મુકી દીધો હતો.
નંદુરબાર શહેરના સાક્રી નાકા વિસ્તારમાં રહેતાં ૨૫ વર્ષીય રવીન્દ્ર સોમા સોનવણે (રહે, પોલીસ લાઈન નંદુરબાર)ની હત્યા મંગળવારની રાત્રે બરફ તોડવાના તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી હતી.યુવકની હત્યા પૂર્વ થયેલા વાદવિવાદને કારણે હત્યા થઈ હોવાનું પોલીસ માની રહી છે.આ બાબતે નંદુરબાર શહેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યા છે. રવીન્દ્ર સોનવણેની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.આરોપીના તાત્કાલિક ધરપકડ કરો અન્યથા પરિણામ ગંભીર થશે આ બાબત નંદુરબાર શહેરના પોલીસને ચેતવણી આપતા પોલીસે શંકાસ્પદ લોકોની નાશિક નજીકથી ધરપકડ કરવામાં આવી છે.શહેરમાં પરિસ્થિતિ નિયંત્રણ માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application