તાપીમિત્ર ન્યુઝ,નિઝર:નિઝરના હાથનુર પાસે દાળના કટ્ટા ભરેલી ટ્રકમાં આગ લાગવાને કારણે લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાની ફરિયાદ નિઝર પોલીસ મથકે નોંધાઈ છે.સુરેશભાઈ કેદારનાથ અગ્રવાલે ટ્રક ચાલક વિરુધ્ધ પોલીસને ફરિયાદ કરી હતી.
મળતી માહિતી અનુસાર તા.૧૮મી એપ્રિલ નારોજ,નિઝર-ઉચ્છલ માર્ગ પર આવતું હાથનુર ગામના સ્ટેટ હાઇવે માર્ગ પર પુરપાટ ઝડપે દોડતી ટ્રક નંબર એમપી-૦૯-એચએફ-૮૫૭૨ ના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડની નીચે ઉતરી ટ્રક પલટી ખાય ગઈ હતી.ટ્રક ઈલેક્ટ્રીકના ચાલુ વીજ પ્રવાહના થાંભલાને પાડી દઈ ઈલેક્ટ્રિકના ચાલુ વીજપ્રવાહના વાયરો ટ્રક સાથે અડી જતા ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી.ટ્રકમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવાય તે પહેલા ટ્રકમાં ભરવામાં આવેલ દાળના કટ્ટા નંગ-૫૪૦ જેની કિંમત રૂપિયા ૯.૫૦ લાખના સંપૂર્ણ આગની ઝપેટમાં આવી જતા બળીને ખાક થઈ ગયા હતા.તેમજ ટ્રક પણ લાગેલી આગમાં બળી ને ખાક થઈ ગઈ હતી.ટ્રકમાં લાગેલી આગને કારણે રૂપિયા ૧૬.૫૦ લાખનો મુદ્દામાલ આગમાં સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો હતો.બનાવ અંગે સુરેશભાઈ કેદારનાથ અગ્રવાલ રહે,૬૪ સિધ્ધાર્થનગર,ભવરકુવા-મેઈનરોડ,જી-ઇન્દોર(એમપી)નાઓએ નિઝર પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે ટ્રક ચાલક રાલુ અંતર સોલંકી સામે ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application