ભારતમાં છેલ્લા એક મહિનાથી કોલસાનો કકળાટ ચાલી રહ્યો છે અને પાવર પ્લાન્ટો દ્વાર કોલસાનો જથ્થો ઓછો હોવાની અનેક ફરિયાદો સરકારોને કરવામાં આવી છે અને હજી ગરમીનો પારો બરોબર ચઢે તે પહેલાં જ દેશની આર્થિક રાજધાનીમાં વીજસંકટનો એક દાખલો જોવા મળ્યો છે. જોકે દેશની આર્થિક રાજધાની મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. પાવર કટ થવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.
પરંતુ મળતા અહેવાલ પ્રમાણે, મધ્ય મુંબઈના ભાગો તેમજ મુંબઈના મ્યુનિસિપલ વિસ્તારમાં ભાંડુપ અને મુલુંડ જેવા ઉપનગરો અને થાણે અને ડોમ્બિવલી નજીકના શહેરોમાં સવારે 10 વાગ્યાની આસપાસ પાવર કટ થયા હતા. આ કાપ એવા સમયે આવે છે જ્યારે રાજ્ય વીજળીની અછતથી ઝઝૂમી રહ્યું છે, જેના કારણે ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ (ડિસ્કોમ)ને કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ફરજિયાતપણે કાપવાની ફરજ પડી રહી છે. નાણાકીય રાજધાનીમાં સામાન્ય રીતે 'લોડ શેડિંગ' હેઠળ પાવર કટ થતો નથી, પરંતુ તેણે ગત વર્ષે આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને આ વર્ષે હજી આ શરૂઆત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application