તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના સિંગી ફળિયામાં પેવરબ્લોક બેસાડવા બાબતે થયેલ તકરારની અદાવત રાખી એક મહિલા સહિત ચાર જેટલા વ્યક્તિઓ પર સાત જેટલા ઇસમોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાઈ છે.આ બનાવમાં ઈજાગ્રસ્તોને વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ એક યુવકની તબિયત લથડતા વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર વ્યારાના સિંગી ફળીયામાં તા.૧૮મી એપ્રિલ નારોજ સવારે ૭:૦૦ કલાકના અરસામાં,કિરણભાઈ માહ્યાવંસી નાઓએ તેમના મહોલ્લામાં પેવરબ્લોક બેસાડવા બાબતે બે-ત્રણ દિવસ પહેલા ઠાકોર ભારતી અને ધીરુ ભારતી નામના શખ્સો વિરુધ્ધ વ્યારા પોલીસ મથકે અરજી આપેલ હોય,જે બાબતે અદાવત રાખી અક્ષય રાઠોડ અને કિરણ માહ્યાવંસી,દિવ્યેશ રાઠોડ અને કલાવતી બેન સાથે બોલાચાલી ઝગડો કરી એક સંપ થઈ,ગેરકાયદેસર મંડળી રચી અક્ષય રાઠોડને મોઢાના ભાગે તથા શરીરે મૂઢ માર મારવામાં હતો.તથા દિવ્યેશભાઈ રાઠોડને શરીરે મૂઢ મારમારી ઝપાઝપી દરમિયાન રોડની બાજુમાં આવેલ ગટરની સિમેન્ટની કુંડી ઉપર પાડી માથામાં ઈજા પહોંચાડી હતી.તેમજ કલાવતીબેનને ઢીકામુક્કીનો મારમારી તેમજ કિરણભાઈ સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.મહિલા સહિત ચાર જેટલા ઈજાગ્રસ્તોને વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ દિવ્યેશ રાઠોડ નામના યુવકની તબિયત લથડતા વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે વ્યારા પોલીસ મથકે અક્ષયભાઈ રાઠોડે ફરિયાદ કરી હતી.જેમની ફરિયાદને આધારે(૧)રવીન્દ્રભાઈ દેવજીભાઈ માહ્યાવંસી(૨)નેહલભાઈ રવીન્દ્રભાઈ માહ્યાવંસી(૩)મેહુલભાઈ રવીન્દ્રભાઈ માહ્યાવંસી (૪)અશોકભાઈ દેવજીભાઈ માહ્યાવંસી(૫)પ્રદીપભાઈ રમણભાઈ સોલંકી(૬)ભાનુબેન અશોકભાઈ માહ્યાવંસી(૭)સીતાબેન રવીન્દ્રભાઈ માહ્યાવંસી-તમામ રહે,સિંગીફળિયું,વ્યારા સાત જેટલા ઈસમો વીરૂધ્ધ પોલીસે ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ PSI આર.એસ.પટેલ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application