Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશમાં 11 રાજ્યોને નવા રાજ્યપાલ મળ્યા, જાણો ક્યાં રાજ્યમાં કોણે નિમણૂક કરવામાં આવ્યાં

  • July 29, 2024 

આસામનાં રાજ્યપાલ તરીકે લક્ષ્મણ પ્રસાદ આચાર્યની નિમણૂક કરવામાં આવી છે. તેમને મણિપુરના રાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. પંજાબના રાજ્યપાલ તરીકે ગુલાબ ચંદ કટારિયાની નિમણૂક કરવામાં આવી છે. સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે અને તેમને મણિપુરના રાજ્યપાલનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આાવ્યો છે. અગાઉના પંજાબના રાજ્યપાલ બનવરીલાલ પુરોહિતે અંગત કારણોસર રાજીનામું આપી દેતા આ જગ્યા ખાલી પડી હતી. રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મુએ પંજાબના રાજ્યપાલ અને ચંડીગઢના એડમિનિસ્ટ્રેટર તરીકે પુરોહિતના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો.


ગયા વર્ષે ફેબુ્રઆરી સુધી મણિપુરના રાજ્યપાલ તરીકે અનુસુયા ઉઇકે હતાં. સિક્કિમના નવા રાજ્યપાલ તરીકે ભાજપના નામાંકિત નેતા ઓમ પ્રકાશ માથુરની નિમણૂક કરવામાં આવી છે. સી.પી.રાધાકૃષ્ણનને ઝારખંડના રાજ્યપાલ પદેથી હટાવી મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. ઝારખંડના નવા રાજ્યપાલ તરીકે પૂર્વ કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન સંતોષકુમાર ગંગવારની નિમણૂક કરવામાં આવી છે. તેલંગણાના નવા રાજ્યપાલ તરીકે ત્રિપુરાના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન જિશ્નુ દેવ વર્માની નિમણૂક કરવામાં આવી છે.


પુડુચેરીના લેફ્ટનન્ટ ગર્વનર તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ સહયોગી અને પૂર્વ આઇએએસ કે કૈલાસનાથનની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા કૈલાસનાથન 30 જૂને નિવૃત્ત થયા હતાં. તેઓ નિવૃત્તિ પછી આ પદ પર એક દાયકાથી વધુ સમય સુધી રહ્યાં હતાં. રાજસ્થાનના રાજ્યપાલ તરીકે મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા હરીભાઉ કિસનરાવ બગડેની નિમણૂક કરવામાં આવી છે. આસામના પૂર્વ લોકસભા સાંસદ રામેન દેકાની છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કર્ણાટકના મૈસૂરના પૂર્વ લોકસભા સાંસદ સી એચ વિજયશંકરની મેઘાલયના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application