Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પારડીનાં પરિયા ગામે તીનપત્તીનો જુગાર રમતા દેસાઈવાડનાં 11 જુગારીઓ ઝડપાયા

  • August 21, 2023 

વલસાડનાં પારડી તાલુકાના પરિયા ગામ ખાતે આવેલા દેસાઈ વાડમાં આવેલા એક ઘર પાછળ પતરાના શેડમાં તીનપત્તીનો જુગાર રમતા દેસાઈવડના 11 જુગારીઓને પારડી પોલીસ ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પારડી પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં ચાલતી જુગારની પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન PIને મળેલી બાતમીના આધારે પરિયા ગામના દેસાઈવાડમાં આવેલા વિજયભાઈ દેસાઈના ઘરની પાછળ પતરાના શેડમાં કેટલાક ઈસમો તીન પત્તીનો રૂપિયા વડે હાર જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી.


મળેલી બાતમીના આધારે પારડી પોલીસના PI, ASI અને અન્ય પારડી પોલીસના જવાનોની અલગ અલગ ટીમો બનાવી પરિયા દેસાઈવાડ ખાતે વિજયભાઈના ઘર પાછળ રેડ કરી, ચેક કરતા, ઘરની પાછળ બનાવેલા પતરના શેડમાં કુલ 11 જુગારીઓ તીનપત્તીનો રૂપિયા વડે હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસ રેઈડ દરમ્યાન ચાલતી ગેમમાં દાવ ઉપર લાગેલા 590 રોકડા અંગ જડતીમાં મળેલા રૂપિયા 75,120 તેમજ 10 નંગ મોબાઇલ અને 3 વાહન મળી કુલ 16.87 લાખનો મુદ્દા માલ કબ્જે કરી  પારડી પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


દેસાઈવાડમાં તીન પત્તીનો જુગાર રમતા ઝડપાયેલા જુગારીઓ...

1.દક્ષેશભાઇ કીશોરભાઇ દેસાઇ,

2.વિજયભાઇ લાલભાઇ દેસાઇ,

3.સંદિપ રામદાસ કરાડે,

4.પિયુષભાઇ કાંતિલાલ દેસાઇ,

5.સુધીરભાઇ મગનભાઇ દેસાઇ,

6.સંજીવભાઇ શ્વરભાઇ દેસાઇ,

7.રજનીભાઇ નાગરજી દેસાઇ,

8.હેમંતભાઇ બળવંતરાય દેસાઇ,

9.નિરંજનભાઇ હીરૂભાઇ દેસાઇ,

10.તુષારભાઇ ગુલાબભાઇ દેસાઇ અને

11.દોલતરાય પરાગજી દેસાઇ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application