Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના મચ્છી માર્કેટ અને ઉચ્છલના વડપાતાલ ગામેથી જુગાર રમતા 11 જુગારીઓ ઝડપાયા

  • September 09, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં સોનગઢ અને ઉચ્છલ તાલુકામાંથી પોલીસે બાતમીના આધારે જુગાર રમતા 11 જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને શુક્રવારના રોજ મળેલ બાતમીના આધારે સોનગઢ નગરના મચ્છી માર્કેટમાં રહેતો મહેન્દ્રભાઈ મહેતાભાઈ સિકલીગર નાઓના ઘરમાં રેઈડ કરતા પૈસા વડે તીન પત્તીનો ગંજીપાનાનો હારજીતનો જુગાર રમનાર સાત જુગારીઓ ઝડપાયા હતા.



જોકે પોલીસે સ્થળ ઉપરથી દાવ ઉપરના રોકડા રૂપિયા 4,700/- તથા પકડાયેલ જુગારીઓની અંગઝડપીમાંથી મળી આવેલ રોકડ રૂપિયા 35,340/- અને 5 નંગ મોબાઈલ તેમજ એક મોટરસાઈકલ અને જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા 90,040/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



જયારે બીજા બનાવમાં ઉચ્છલ પોલીસે ગુરૂવારના રોજ મોડી સાંજે ખાનગી રાહે બાતમી મળી હતી કે, વડપાતાલ ગામે બારકીબેન ગામીતનાં ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં લીમડાના ઝાડ નીચે જાહેરમાં ગંજીપાનાનો પૈસાવતી હારજીતનો જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પડ્યા હતા, જયારે પોલીસે સ્થળ ઉપરથી રોકડ રૂપિયા અને જુગાર રમવાના સાધનોનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.




સોનગઢના મચ્છી માર્કેટમાં જુગાર રમતા ઝડપાયેલ જુગારીઓ...

1.મહેન્દ્ર મહેતાભાઈ સિકલીગર (રહે.મચ્છી માર્કેટ, સોનગઢ),

2.જ્ઞાનસિંગ રમેશભાઈ સિકલગર (રહે.ગાંધીનગર ફળિયું, વાંસદા, નવસારી),

3.ઉમેશ કમેશભાઈ રાઠોડ (રહે.ગાંધીનગર ફળિયું, વાંસદા, નવસારી),

4.સુનીલ સંપતભાઈ સિકલીગર (રહે.મચ્છી માર્કેટ, સોનગઢ),

5.ભરત પિરમનાથ સિકલીગર (રહે.દાદરી ફળિયું, અંબાજી નગર પાછળ, વ્યારા),

6.રામ મહેતાભાઈ સિકલીગર (રહે.મચ્છી માર્કેટ, સોનગઢ) અને

7.પંકજ બંસીલાલ સિકલીગર (રહે.મચ્છી માર્કેટ, સોનગઢ).


વડપાતાલ ગામે જાહેરમા જુગાર રમતા ઝડપાયેલ ચાર જુગારીઓ...

1.મનેશ કર્માંભાઈ ગામીત (રહે.વડપાતાલ ગામ, ઉચ્છલ),

2.રાજેશ રાયસિંગભાઈ ગામીત (રહે.વડપાતાલ ગામ, ઉચ્છલ),

3.દિલીપ રધુભાઈ ગામીત (રહે.વડપાતાલ ગામ, ઉચ્છલ) અને

4.યોસેફ ભાલુભાઈ ગામીત (રહે.વડપાતાલ ગામ, ઉચ્છલ).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application